તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:અંગ્રેજીના વર્ગો માટે શિક્ષકોની ભરતીમાં હોબાળાથી ઈન્ટરવ્યૂનું સ્થળ બદલવું પડ્યું

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સહયોગ સંકુલ સ્થિત શાસનાધિકારીની કચેરી પાસે શિક્ષકની ભરતી માટે આવેલા ઉમેદવારોએ હોબાળો મચાવ્યો હતો. - Divya Bhaskar
સહયોગ સંકુલ સ્થિત શાસનાધિકારીની કચેરી પાસે શિક્ષકની ભરતી માટે આવેલા ઉમેદવારોએ હોબાળો મચાવ્યો હતો.
  • મનપા વિસ્તારની 5 પ્રા. શાળામાં KG-1 અને 2ના વર્ગો શરૂ કરવા 10 શિક્ષકોની ભરતી

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવા શૈક્ષણિક વર્ષથી અંગ્રેજી માધ્યમમાં કે.જી 1 અને 2ના વર્ગો શરૂ થનાર છે. 10 જગ્યાઓ માટે આવેલી 350 જેટલી અરજીઓ 150 જેટલા ઉમેદવારોની અરજી ધ્યાને લેવાઈ હતી. જેઓ સહયોગ સંકુલ ખાતે ઈન્ટરવ્યૂ માટે પહોંચ્યા હતા, જેમાંથી 35 જેટલા ઉમેદવારોને જ ઈન્ટરવ્યૂ માટે કહેવાતા હોબાળો મચી ગયો હતો. હોબાળાના પગલે સહયોગ સંકુલ ખાતે લેવાનાર ઈન્ટરવ્યૂ કોર્પોરેશન કચેરી ખાતે લેવાની ફરજ પડી હતી. સમગ્ર ભરતી પ્રક્રિયામાં 35 લોકોને ઈન્ટરવ્યૂ માટે બોલાવાયા હતા જેમાંથી 28 ઉમેદવારો હાજર રહ્યાં હતા. જેમાંથી ઈન્ટરવ્યૂ બાદ 10 શિક્ષકોનું સિલેક્શન થયું હતું.

ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી બાસણ, સેકટર- 29, સેકટર-24, સેકટર-13, ઇન્દ્રોડા મળી કુલ 5 પ્રાથમિક શાળામાં અંગ્રેજી માધ્યમના વર્ગો શરૂ કરવામાં આવનાર છે. શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે શરૂ કરવામાં આવનાર વર્ગો માટે કોર્પોરેશન તંત્ર દ્વારા તાજેતરમાં જાહેરાત પણ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. જે અન્વયે કે.જી- 1 અને કે.જી 2 માટે શિક્ષકોની ભરતી માટે ધોરણ 12 પાસ પ્લસ પ્રિ પીટીસી (અંગ્રેજી માધ્યમ) અથવા ધો. 12 પ્લસ ECCE કોર્સ (અંગ્રેજી માધ્યમ) અથવા 12 પાસ પ્લસ પીટીસી (અંગ્રેજી) અથવા બીએ બી.એડ (અંગ્રેજી વિષય સાથે)ની જાહેરાત બહાર પાડવામાં આવેલી હતી. જે માટે 26 જૂન સુધીમાં 350 જેટલા ફોર્મ આવ્યા હતા, જેમાં 150 જેટલી અરજી ધ્યાને લેેવાઈ હતી.

નિયમ મુજબ ખાલી પડેલી જગ્યાની સામે ત્રણ ઘણા ઉમેદવારોને ભરતી પ્રક્રિયામાં બોલાવવાનાં હોય છે, જેને પગલે 35 જેટલા લોકોને ઈન્ટરવ્યૂ માટે બોલાવાયા હતા. જેને પગલે સમગ્ર મુદ્દે હોબાળો થયો હતો. કારણ કે 150 અરજીઓમાં કઈ લાયકાતાના આધારે માત્ર 35 લોકોને ઈન્ટરવ્યૂ માટે બોલાવાયા તેવા સવાલો ઉમેદવારોએ કર્યા હતા. મળેલી માહિતી પ્રમાણે ઉમેદવારો પહોંચ્યા ત્યારે પીટીસી વાળા ઉમેદવારોને પ્રથમ પ્રાથમિકતા અપાઈ હોવાનું કહેવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...