તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • In Gandhinagar, Nanabhai Stabbed His Elder Brother In The Neck With A Weapon. Police Registered A Case Of Attempted Murder And Conducted An Investigation.

માથાકુટ:ગાંધીનગરમાં નાનાભાઈએ મોટાભાઈનાં ગળા પર અસ્ત્રા વડે હુમલો કરતા પોલીસે હત્યાનાં પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુંબઈનાં વડીલોપાર્જીત મકાનના ભાડા બાબતે ઝગડો થતાં નાના ભાઈએ અસ્ત્રા વડે હૂમલો કર્યો

મુંબઈ સેન્ટ્રલમાં આવેલ વડીલોપાર્જીત મકાનના ભાડા બાબતે થયેલા ઝઘડામાં નાનાભાઈએ અસ્ત્રા વડે મોટાભાઈના ગળા પર હૂમલો કરી મોતની નિપજાવવાની કોશિશ કરતા ગાંધીનગર સેક્ટર-7 પોલીસે હત્યાનો ગુનો નોંધી ફરાર થઈ ગયેલા નાનાભાઈને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.

ગાંધીનગરના વાવોલના કુબેરનગરમાં રહેતા દીપકભાઈ ગોવિંદભાઈ દંતાણી કલર કામ કરી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે જેમનો નાનોભાઈ પ્રકાશ દંતાણી સેક્ટર-25 જીઆઇડીસી જીઆઇડીસી વિસ્તારમાં સરકારી વસાહતમાં રહે છે. મુંબઇ સેંટ્રલ ખાતે તેઓનું વડીલોપાર્જિત મકાન આવેલ છે જેના ભાડા બાબતે બંને ભાઈઓ વચ્ચે અંદરોઅંદર ઝઘડો ચાલતો હતો.

જેના સમાધાન માટે પરિવારના સભ્યો ગાંધીનગર સેક્ટર-13ના બગીચામાં એકઠા થયા હતા, જ્યાં પ્રકાશે કહ્યું હતું કે, મને મારા ભાગના પૈસા આપી દો જેથી મોટાભાઈ દીપકે બધી બહેનોને પણ ભાગ આપવો પડશે અને મેં કરેલો ખર્ચ પણ બાદ કરવો પડશે તેમ કહ્યું હતું. આટલું સાંભળતા જ પ્રકાશ એકદમ ઉશ્કેરાઇ ગયા હતો અને હું કોઈને ભાગ નહી આપું મારા પૈસા તું આપી દે તેમ કહેતા મામલો બિચક્યો હતો.

તે દરમિયાન પ્રકાશે તેના ખિસ્સામાંથી અસ્ત્રો કાઢીને દીપકના ગળા પર મારી દીધો હતો અને ત્યાંથી ફરાર થઈ ગયા હતો. અસ્ત્રાના હુમલાથી ગંભીર રીતે ઘાયલ દીપકને તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતા જ્યાં તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ અંગે સેકટર-7 પોલીસે દીપકના પુત્ર વિજય દંતાણીની ફરિયાદના આધારે પ્રકાશ દંતાણી સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તેને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...