છેતરપિંડી:કોરોનામાં બેકાર થયેલાને નોકરી અપાવવાના બહાને હીરાલાલે લોન કૌભાંડ આચર્યું

ગાંધીનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • લાખોની લોન લીધા બાદ બેંક ડિફોલ્ટર જાહેર ન કરે માટે ખાતામા હપ્તા જમા કરાવતો હતો

કોરોનાએ અનેક લોકોની રોજગારી છીનવી લીધી હતી. અનેક લોકોની નોકરી છીનવાઇ ગઇ હતી. તેવા સમયે જ બેરોજગાર બનેલા અન્ય નોકરીવાંચ્છુઓની મજબૂરીનો લાભ ઉઠાવી ગાઝિયાબાદના હિરાલાલે તેમને નોકરી અપાવવાનુ કહી છેતરપિંડી શરૂ કરી હતી. ચિલોડા પોલીસ મથકમા મેડીકલની યુવતીએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવ્યા બાદ એલસીબી 2ની ટીમને સફળતા મળી છે. આરોપીના 2 દિવસના રીમાંડ મળતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમા લાખ્ખો રૂપિયાની લોન હડપ કરનાર આરોપી બેંકમા ડીફોલ્ટર બની ના જાય માટે શરુઆતના મહિનામા ખાતામા હપ્તા જમા કરાવતો હતો.

એલસીબીના પીઆઇ જિતેન્દ્રસિંહ સિંધવની ટીમ દ્વારા ખોડા કોલોની વંદના એન્કલેવથી આરોપી હિરાલાલ તુરંતલાલ દાસને પકડી લવાયો છે. આરોપી પાસેથી નોકરીવાંચ્છુઓને નોકરી અપાવવાનુ કહીને તેમના આધારકાર્ડ, પાનકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ મળી આવ્યા છે. જેના આધારે તે લોન લેતો હતો. આરોપી પાસેથી 371 ડોક્યુમેન્ટ, મોબાઇલ, સીમકાર્ડ સહિત મળી આવ્યુ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આરોપી હિરાલાલ બનાવટી ડોક્યુમેન્ટના આધારે લોન લેતો હતો.

ત્યારબાદ જો લોન બે લાખની મંજૂર થાય તો પોતે દોઢ લાખ અને જેના ડોક્યુમેન્ટ લીધા હતા તેમને 50 હજાર ચૂકવી દેતો હતો. ત્યારબાદ થોડા સમય માટે બેંકમા હપ્તા પણ ભરતો હતો. પરંતુ પછીથી હપ્તા બંધ કરી દેવામા આવતા હતા.એલસીબીની ટીમ દ્વારા દોઢ કલાકની મહેનત પછી તમામ ડોક્યુમેન્ટના આધારે લીસ્ટ તૈયાર કરાયુ છે. જે આગામી સમયમાં બેંકમા મોકલાશે અને તેના ઉપરથી સામે આવશે કે, બેંકમાંથી કેટલી લોન હિરાલાલે લઇને વાપરી નાખી છે. જ્યારે આ રૂપિયાનો ઉપયોગ ક્યા કરવામા આવ્યો છે તેની પણ માહિતી સામે આવી શકે છે.

કોર્ટે 2 દિવસના રિમાંડ મંજૂર કર્યા
નોકરી આપવાનુ કહીને બીજાના ડોક્યુમેન્ટ ઉપર લોન લઇ લેનાર હિરાલાલને એલસીબી 2 દ્વારા કોર્ટમા રિમાંડ માટે રજૂ કરાયો હતો. જેમા પોલીસે 5 દિવસના રીમાંડ માગ્યા હતા, જ્યારે કોર્ટે 2 દિવસના રિમાંડ મંજુર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...