હાલાકી:વિકાસની રાહ જોતો રાંધેજાથી માણસા સુધીનો હાઈવે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ઉબડખાબડ રસ્તાના કારણે મોટી સંખ્યામાં વાહનચાલકોને પરેશાની ભોગવવી પડે છે. - Divya Bhaskar
ઉબડખાબડ રસ્તાના કારણે મોટી સંખ્યામાં વાહનચાલકોને પરેશાની ભોગવવી પડે છે.
  • મગરની પીઠ સમાન બની ગયેલો રોડ અનેક વાહનચાલકોના મણકા ખસેડી રહ્યો છે
  • રોડનું રિપેરિંગ કરવામાં આવે તેવી વાહનચાલકો દ્વારા માંગ ઉઠાવવામાં આવી ​​​​​​​

છેલ્લા અઢી દાયકાથી વિકાસના નામે મત માગતી ભાજપ સરકારના રાજમા કોન્ટ્રાક્ટરો બેફાર્મ બની ગયા છે. એકવાર રોડ બનાવી દીધા બાદ તેની યોગ્ય સમયે મરામત નહિ કરવામા આવતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે. રાંધેજાથી માણસા જતો રોડ મગરની પીઠ જેવો બની ગયો છે. પરિણામે વાહન ચાલકોના મટકા ઢીલા થઇ રહ્યા છે. આ રોડનુ રીપેરીંગ કરવામા આવે તેવી વાહન ચાલકો દ્વારા માંગ ઉઠાવવામા આવી છે.

ગાંધીનગરથી માણસા અને વાયા બાલવા ચોકડી થઇને ગોઝારીયા, મહેસાણા અનેક લોકો પોતાનુ વાહન લઇને અપડાઉન કરે છે. તે ઉપરાંત ખાનગી વાહનોનો ધસારો પણ વધારે જોવા મળી રહે છે. જેને લઇને ખાસ કરીને બાલવા સુધીના રોડ ઉપર મસમોટા ખાડા પડી ગયા છે. પરિણામે વાહન સ્પિડમાં ચલાવી શકાતુ નથી અને ટ્રાફિક જોવા મળે છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રીના વતનમા જતા રોડની હાલત પણ ખરાબ જોવા મળતા અનેક લોકો રોષ ઠાલવી રહ્યા છે.

રાજ્યમા છેલ્લા 25 વર્ષ કરતા વધારે સમયથી ભાજપનુ સાશન ચાલી રહ્યુ છે. તેમ છતા વિકાસ હવે ઓછો જોવા મળે છે. પાટનગર અને આસપાસના વિસ્તારમા હજુ સુધી મેઘરાજા પણ મન મુકીને વરસ્યા નથી. તેવા સમયે રાંધેજાથી બાલવા સુધીનો માર્ગમા મોટા ગાબડા પડી ગયા છે. અહિંયાથી દરરોજ પસારથતા વાહન ચાલકો મગરની પીઠ ઉપર ચાલતા હોય તેવો આભાસ કરી રહ્યા છે. આ રોડ ઉપર માણસાથી લઇને અંબાજી સુધી વાહન ચાલકો વાહનો દોડાવી રહ્યા છે. જેને લઇને મોટી સંખ્યામા ટ્રાફિક જોવા મળે છે. ત્યારે આ રોડનો વિકાસ કરવામા આવે તેવી માંગ ઉઠી રહી છે.

અન્ય સમાચારો પણ છે...