ભાજપ કાર્યકરોની ચતુરાઈ:હેલ્પલાઇન નંબર પર પોતાના ફોટો મૂકી પૂરગ્રસ્તોને મદદ કરી!; ફૂડપેકેટ, રાશન કિટથી માંડી કોઈ રાહત સામગ્રી તૈયાર ન કરી

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રદેશ પ્રમુખ પાટીલે સરકાર પહોંચી ન શકે તેવા અસરગ્રસ્ત વિસ્તારોમાં જઈ લોકોને મદદ પૂરી પાડવા સૂચના આપી હતી

સમગ્ર રાજ્યમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિ અંગે ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલે કાર્યકર્તાઓને અને નેતાઓને સૂચના આપી છે, કે સરકારી તંત્રને કોઈ પણ જગ્યાએ પહોંચતા વાર લાગે તો તમારે લોકોની સહાય માટે પહોંચી જવું, પણ ભાજપ કાર્યકર્તાઓ ખૂબ હોશિયાર છે, સોશિલય મીડિયાનો ઉપયોગ કરવાનું વર્ષોથી જાણે છે. પ્રદેશ ભાજપે લોકોને મદદ મળી રહે તે માટે હેલ્પલાઇન નંબરનો પિક્ચર મેસેજ તૈયાર કર્યો હતો, તેમાં તેમણે એડિટિંગ કરી પોતાના ફોટો અને નામ મૂકી તેને વાઇરલ કરીને લોકોની મદદ કર્યાનો સંતોષ મેળવી લીધો.

કોરોના દરમિયાન સેવાભાવી સંસ્થાઓએ મોકલેલી કિટ પર કેટલાક ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓએ પક્ષના અને પોતાના ફોટોવાળા સ્ટિકર ચોંટાડી જશ ખાટવા પ્રયત્ન કર્યો હતો, પણ અહીં તે થઈ શકે તેમ નથી. આ કાર્યકર્તાઓએ પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલામાંથી બોધપાઠ લેવો જોઈએ. તેમણે રવિવારે પોતાના ફોટો અને વીડિયો વાઇરલ કર્યા હતા, પરંતુ પાણીમાં ફસાયેલી ગાડીને ધક્કો મારીને મદદ કર્યાં પછી આમ કર્યું હતું, જેથી લોકોને લાગે કે તેમણે ખરેખર મદદ કરી જ હતી.

અસરગ્રસ્તોની મદદ કરવા માટે પાટીલે કાર્યકર્તાઓને ફૂડપેકેટ્સ, રાશન કિટ સહિતની સામગ્રી બનાવી વિતરણ કરવા કહ્યું છે. આ માટે પાટીલે પદાધિકારીઓ સાથે એક વીડિયો કોન્ફરન્સ કરી તમામને સૂચનાઓ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...