હાલાકી:ગાંધીનગર -માણસા રોડ પર ફાટકનો માર્ગ ફોરલેન બનતાં ભારે ટ્રાફિકજામ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમસ્યા નિવારવા રેલવે ફાટક પર અન્ડરપાસ કે બ્રિજની માંગ

ગાંધીનગરથી રાંધેજા ચોકડી તરફ જતા માર્ગને ફોરલેન કરવામાં આવ્યો છે. પરંતુ વચ્ચે આવતા ફાટકના રસ્તાને પહોળો કરવામાં નહી આવતા ટ્રાફિક જામના દ્દશ્યો સવાર અને સાંજ જોવા મળે છે. ત્યારે ટ્રાફિકના ધસારાને ધ્યાનમાં રાખીને રેલ્વે ફાટક ખાતે અન્ડર કે ઓવર બ્રીજ બનાવવામાં આવે તેવી વાહન ચાલકોમાં માંગ ઉઠી છે.

ગાંધીનગરથી ગોઝારીયા સુધીના માર્ગને ફોરલેન કરવાની કામગીરીના ભાગરૂપે પ્રથમ તબક્કામાં ગાંધીનગર ક-7થી બાલવા ચાર રસ્તા સુધીના રોડને ફોરલેન બનાવવામાં આવ્યો છે. જોકે વાહનોના ધસારાને પગલે માર્ગ પહોળા કરવામાં આવતા વાહન ચાલકોને રાહત થઇ છે. પરંતુ માર્ગ ઉપર આવતા બે રેલ્વે ફાટકને પહોળા કરવામાં આવ્યા નથી. આથી ઓફિસ અવર્સ દરમિયાન સવારે અને સાંજે બન્ને ફાટક ઉપર વાહનોની ભીડ જામે છે. જેને પરિણામે એકાદ કિલોમીટર જેટલી લાઇનો લાગે છે. આથી ઇમરજન્સી દવાખાને લઇ જતા દર્દીઓને હાલત કફોડી થઇ બને છે.

ઉપરાંત કોઇ સામાજિક કામે સમયસર પહોંચવા માટે નિકળેલા લોકો સમયસર પહોંચતા નહી હોવાનું જણાવ્યું છે. તેજ રીતે નોકરીએ જતા લોકોની હાલત કફોડી બની રહેતા ઓફિસમાં લેટ થવાના કિસ્સા વધી રહ્યા હોવાનું અપ-ડાઉન કરતા કેટલાંક લોકોએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...