હવામાન:શ્રાવણ માસમાં ગરમીનો પારો 34.2 ડિગ્રી પહોંચ્યો

ગાંધીનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સામાન્ય રીતે શ્રાવણ માસમાં રીમઝીમ વરસાદની સતત હાજરીને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતી હોય છે. જેને પરિણામે મહત્તમ અને લઘુત્તમ તાપમાનનો પારો પણ ગગડી જતો હોય છે.પરંતુ ચાલુ વર્ષે શ્રાવણ માસમાં વરસાદના શ્રાવણિયા સરવૈયાને બદલે ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. શ્રાવણ માસના પ્રથમ દિવસથી જ ગરમી પડતા નગરવાસીઓ અસહ્ય બાફ અને ઉકળાટનો અનુભવ કરી રહ્યા છે.છેલ્લાં ત્રણ દિવસથી નગરનો મહત્તમ પારો 34થી 35 ડિગ્રી વચ્ચે ફરી રહ્યો છે. જ્યારે લઘુત્તમ પારો 24થી 26 ડિગ્રીની વચ્ચે રહ્યો છે.

વાતાવરણમાં ભેજનું પ્રમાણ 58% થી 88% વચ્ચે જોવા મળી રહ્યું છે. બુધવારે નગરનું મહત્તમ તાપમાન 34.2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે વરસાદ 3.0 મીમી પડ્યો હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. જ્યારે સવારે ભેજ 89% અને સાંજે 84% નોંધાયું છે. વરસાદના ના આવતા લોકો ગરમી અને બફારોનો અનુ‌ભવી કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...