15 દિવસનું ઘર-ઘર દસ્તક અભિયાન:રસી માટે હવે આરોગ્યની ટીમો ગામડાંમાં ઘરે ઘરે જશે, 75 જેટલી ટીમો રોજ 75 ગામોમાં ફરશે

ગાંધીનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

કોરોના વેક્સીનેશન માટે બાકી રહી ગયેલા લોકોના રસીકરણની કામગીરી ઝડપથી પુરી કરવા માટે હવે આરોગ્ય તંત્ર લોકોના ઘરે જઇને રસી આપશે. રાજ્ય સરકારના ઘર ઘર દસ્તક અભિયાન હેઠળ 15 દિવસ સુધી 75 ટીમો દરરોજ 75 ગામમાં ફરીને બાકી રહી ગયેલા લોકોને તેમના ઘરે જ રસી આપશે.

પ્રવક્તા મંત્રી જિતુ વાઘાણીએ કહ્યું કે રાજ્યમાં 65 લાખ નાગરિકોને બીજો ડોઝ લેવાનો બાકી હતો જેમને શોધીને 55 લાખ લોકોને રસીનો બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે અને હવે બાકીના 10 લાખ લોકોને પણ સત્વરે બીજો ડોઝ આપવામાં આવશે. આગામી દિવસોમાં વધુને વધુ લોકોનું સ્ક્રીનીંગ કરાશે.

અન્ય સમાચારો પણ છે...