સુવિધા:15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી આરોગ્ય સેવાઓ સુદૃઢ કરાશે

ગાંધીનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોકોને સારવારને લગતી તમામ પ્રકારની સુવિધા મળતી થઈ જશેે

ગ્રામ્ય વિસ્તારના લોકોને આરોગ્ય સેવાઓ ઘરે બેઠા મળે તે માટે 15માં નાણાંપંચમાંથી રૂપિયા 9.21 કરોડની ગ્રાન્ટ જિલ્લાના આરોગ્ય કેન્દ્રો માટે ફાળવવામાં આવશે. તેમાં નિદાન અને સારવારને લગતી તમામ પ્રકારની સુવિધાઓ જિલ્લાના 204 સબ સેન્ટરથી લઇને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પૂરી પાડવામાં આવશે.

ગામડાઓ પણ સમૃદ્ધ બને તે માટે કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ યોજના થકી ગ્રાન્ટની ફાળવણી કરે છે. તેમાં 15માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી ગ્રામ્ય વિસ્તારોમાં માળખાકિય સુવિધાઓ ઉભી કરાય છે. ત્યારબાદ 15માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી જિલ્લાના 286 ગ્રામ્ય વિસ્તારના 30 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, 172 પેટા આરોગ્ય સેન્ટરમાં નિદાન અને સારવારની સુવિધાઓ ઉભી કરાશે. ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં 114 હેલ્થ વેલનેસ સેન્ટરમાં પણ આરોગ્ય સેવાઓ વધુ સુદ્દઢ કરવામાં આવશે. 15માં નાણાંપંચ આરોગ્યમાંથી જિલ્લાના 30 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો માટે રૂપિયા 2.17 કરોડની ગ્રાન્ટ ફાળવાશે. જ્યારે જિલ્લાના ચારેય તાલુકા માટે કુલ રૂપિયા 80.17 લાખની ગ્રાન્ટ ફાળવાશે. આથી પ્રત્યેક તાલુકા દીઠ 20 લાખની ગ્રાન્ટની ફાળવાશે.

અન્ય સમાચારો પણ છે...