108 એમ્બ્યુલન્સના 'લાઇફ સેવિંગ મીશન' માં વધુ એક પીછું ઉમેરવામાં આવ્યું છે. આજે ગાંધીનગર ખાતે 108 સિટીઝન મોબાઇલ એપ આરોગ્ય મંત્રીના હસ્તે લોન્ચ કરવામાં આવ્યું છે. રાજ્યમાં પથરાયેલા 800 થી વધું 108 એમ્બ્યુલન્સના માળખાએ રીસપોન્સ ટાઇમ સરેરાશ 16 મીનિટનો કરાયો છે.આજે 108 એમ્બુલન્સ સેવા ખરા અર્થમાં જીવનરક્ષક બનીને અનેક લોકોને નવજીવન પ્રદાન કરી રહી છે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ ભાઈ પટેલના હસ્તે રાજયની જનતાને વધુ એક ભેટ આપવામાં આવી છે. આરોગ્ય મંત્રીએ આજે ગાંધીનગર ખાતે 108 સિટીઝન મોબાઇલ એપને લોન્ચ કરવામાં આવી હતી. આ એપમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં માહિતી ઉપલબ્ધ બનશે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ પ્રસંગે કહ્યું હતું કે, ટેકનોલોજીનો શ્રેષ્ઠત્તમ ઉપયોગ કરીને આકસ્મિક પરિસ્થિતિમાં આપવામાં આવતી સેવાને વધુ સુદ્રઢ અને સરળ બનાવવાની દિશામાં પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. 108 સિટીઝન મોબાઇલ એપનો રાજ્યની જનતાને મહત્તમ ઉપયોગ કરવા માટે અનુરોધ કર્યો હતો.
આકસ્મિક પરિસ્થિતિઓમાં દર્દી , સગા તેમજ સામાન્ય વ્યક્તિ આરોગ્ય સેવા માટે સૌથી પહેલા 108 ની એમબ્યુલન્સને જ યાદ કરે છે. 108 એબ્યુલન્સ સેવાના સુદ્રઢ માળખામાં નીતનવા સમય આધારિત સુધારા તેમજ ટેકનોલોજીના સમન્વય સાથે ના ફેરફાર કરીને સેવાને શ્રેષ્ઠત્તમ બનાવવાની દિશામાં સમગ્ર તંત્ર કામ કરી રહ્યું હોવાનું મંત્રીએ જણાવ્યું હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.