આયોજન:જિલ્લાના 4 તાલુકામાં 19થી 22 એપ્રિલ સુધી આરોગ્ય મેળા યોજાશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટીબી, હાઈપરટેન્શન, ઓરલ કેન્સર, મલેરિયાનું નિદાન કરાશે

જિલ્લાના લોકોના આરોગ્ય સુખાકારીને ધ્યાનમાં રાખીને ચારેય તાલુકાઓમાં આગામી 19મીથી 22મી, એપ્રિલ સુધી આરોગ્ય મેળા યોજવામાં આવશે. તેમાં ટીબી, હાયપરટેન્શન, ઓરલ કેન્સર, મેલેરીયા સહિતની બિમારીનું નિદાન કરાશે. વિધાનસભાની ચુંટણીની તૈયારી રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવી હોય તેમ આરોગ્ય મેળાઓનું આયોજન કરવામાં આવશે. તેમાં જિલ્લાના ચારેય તાલુકામાં આરોગ્ય મેળા યોજીને કેન્સર, બીપી, ટીબી, મેલેરીયા સહિતની બિમારીના દર્દીઓ શોધીને તેઓની સઘન સારવાર અને નિદાન કરવામાં આવશે.

જોકે આરોગ્ય મેળામાં અલગ અલગ પ્રકારની બિમારીના નિદાન અને સારવાર થાય તેમ માટે નિષ્ણાંત તબિબો દ્વારા દર્દીઓની આરોગ્ય ચકાસણી કરવામાં આવશે. ભારત સરકાર અને રાજ્ય સરકારની વિવિધ આરોગ્ય યોજનાઓની જાણકારી જિલ્લાના નાગરીકોને થાય અને લોકો પોતાના આરોગ્ય માટે જાગૃત બને તે માટે જિલ્લાના ચારેય તાલુકાઓમાં આરોગ્ય મેળા યોજવાનું નક્કી જિલ્લા કલેક્ટર ડો.કુલદીપ આર્યની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કરવામાં આવ્યું છે.

આરોગ્ય મેળામાં આગામી તારીખ 19મી, મંગળવારે કલોલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે, 20મી, બુધવારે માણસાની જિલ્લાકક્ષાની હોસ્પિટલ ખાતે આરોગ્ય મેળો યોજાશે. જ્યારે તારીખ 21મી, ગુરૂવારે અડાલજ સામુહિક આરોગ્ય કેન્દ્ર અને તારીખ 22મી, શુક્રવારે દહેગામ તાલુકાના રખિયાલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય ચેકઅપ મેળો યોજાશે. તેમાં ફિઝીશિયન, ગાયનેક, આંખ, દાંત સહિતના તજજ્ઞ તબિબો ઉપસ્થિત રહેશે.

ઉપરાંત દર્દીઓને આયુષ્યમાન કાર્ડ, ડિજિટલ હેલ્થ આઇ.ડી., બ્લોક થયેલા વાત્સલ્ય અને મા કાર્ડ એક્ટિવેટ કરવાની કામગીરી પણ ઓન ધ સ્પોટ કરવામાં આવશે. ઉપરાંત આરોગ્ય મેળામાં યોગા અને મેડટેશન માટે ટેલી કન્સલ્ટન્ટીથી સારવાર પૂરી પાડવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...