બજેટ:કુડાસણ, વાવોલ અને પેથાપુર સહિત 24 સ્થળે આરોગ્ય કેન્દ્ર ઊભાં કરાશે

ગાંધીનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર કોર્પોરેશનનું 9.50 કરોડ કદનું બજેટ સ્થાયી સમિતિએ મંજૂર  કર્યું છે. - Divya Bhaskar
ગાંધીનગર કોર્પોરેશનનું 9.50 કરોડ કદનું બજેટ સ્થાયી સમિતિએ મંજૂર કર્યું છે.
  • મનપાના બજેટનું કદ 6 કરોડના વધારા સાથે 950 કરોડ થયું
  • મ્યુનિ. કમિશનરે રજૂ કરેલું ડ્રાફ્ટ બજેટ સુધારા-વધારા સાથે સ્થાયી સમિતિમાં મંજૂર

ગાંધીનગર કોર્પોરેશનનું 9.50 કરોડ કદનું બજેટ સ્થાયી સમિતિએ મંજૂર કર્યું છે. મ્યુનિસિપલ કમિશનર સંદિપ સાગળેએ નાણાંકીય વર્ષ 2023-24નું 264.14 કરોડની પૂરાંત વાળુ 944 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું. જેમાં થોડા સુધારા-વધારા સાથે સ્થાયી સમિતિએ 263.71 કરોડની પુરાંતવાળુ 949.90 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે. બજેટને હવે આગામી સામાન્ય સભામાં મંજૂરી માટે રજૂ કરવામાં આવશે. ચેરમેને દ્વારા જાહેરાત કરાઈ છે કે કોર્પોરેશન વિસ્તારમાં કુલ 24 જેટલા આરોગ્ય કેન્દ્ર-વેલનેલ સેન્ટર ઉભા કરાશે.

જેમાં ડોક્ટર નર્સ સહિતની તમામ સુવિધા આપવામાં આવશે. શહેરમાં હાલ 4 આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે, મનપાના વિસ્તરણ બાદ 18 ગ્રામ પંચાયતો કોર્પોરેશનમાં ઉમેરાઈ હતી. જેની પંચાયત ઓફીસની બિલ્ડિંગો મનપા હસ્તક આવેલી છે. ત્યારે હવે દરેક ગ્રામ પંચાયતના વધારાના બિનઉપયોગી રૂમને લાઈબ્રેરી-રીડીંગ રૂમમાં ફેરવવામાં આવશે.

સાથે જ ત્યાંથી સરકારી નોકરીઓ માટે ઓનલાઈન અરજી થઈ શકે તે માટે કોમ્પ્યુટર, પ્રિન્ટર, ઓપરેટર રાખવાની વ્યવસ્થા કરાશે. સ્થાયી સમિતિ દ્વારા મેયર, ડે. મેયર, ચેરમેન, કોર્પોરેટર્સની ગ્રાન્ટમાં સતત બીજી વખત વધારો કર્યો છે, જેને પગલે મનપાને વાર્ષીક 3.14 કરોડનો બોઝો વધશે. મેયરને મળતી વાર્ષીક 2.40 લાખની ગ્રાન્ટમાં 20 લાખ, ડે. મેયર અને ચેરમેનને મળતી 30 લાખની ગ્રાન્ટમાં 48 લાખનો વધારાની ભલામણ કરાઈ છે.

બીજી તરફ કોર્પોરેટર્સને વાર્ષીક 16.50 લાખની ગ્રાન્ટમાં 4.5 લાખના વધારાની ભલામણ કરાઈ છે. મિલકત વેરામાં વધારો થતાં આવકમાં 5 કરોડ જેટલો વધારાનો અંદાજ લગાવાયો છે. એટલે વેરાની કુલ આવક 62.51 કરોડ પહોંચે તેવો અંદાજ છે. શહેરમાં સેક્ટર-2, સેક્ટર-24, સેક્ટર-29 અને પાલજ ખાતે મળી કુલ 4 આરોગ્ય કેન્દ્ર હાલ કાર્યરત છે, વાવોલ અને કુડાસણમાં નવા અર્બન હેલ્થ સેન્ટરોનું બાંધકામ થશે. પેથાપુર અને સુઘડના અર્બન હેલ્થ સેન્ટરોનું નવીનીકરણ કરાશે જ્યારે કુડાસણ, સુઘડ, પેથાપુર અને વાવોલ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના નવીકરણની કામગીરી ચાલી રહી છે.

મનપાના વિસ્તરણ બાદ 18 ગ્રામ પંચાયતો કોર્પોરેશનમાં ઉમેરાઈ હતી. જેની પંચાયત ઓફીસની બિલ્ડિંગો મનપા હસ્તક આવેલી છે. ત્યારે હવે દરેક ગ્રામ પંચાયતના વધારાના બિનઉપયોગી રૂમને લાઈબ્રેરી-રીડીંગ રૂમમાં ફેરવવામાં આવશે. સાથે જ ત્યાંથી સરકારી નોકરીઓ માટે ઓનલાઈન અરજી થઈ શકે તે માટે કોમ્પ્યુટર, પ્રિન્ટર, ઓપરેટર રાખવાની વ્યવસ્થા કરાશે. મનપાનો જૂના 57.24 ચોરસ કિલોમીટર વિસ્તારમાં 2.02 લાખ વસ્તીનો સમાવેશ થયો હતો.

બજેટની મહત્વની જાહેરાતો

  • ગરીબ બાળકો માટે મોબાઈલ સ્કૂલવાન શરૂ કરવા 1.25 કરોડની જોગવાઈ કરાઈ.
  • ગત બજેટમાં જાહેર થયેલી મોબાઈલ પેથોલોજી લેબ માટે વધારાના 30 લાખની જાહેરાત કરીને કુલ 50 લાખની જોગવાઈ કરાઈ.
  • ચિલ્ડ્રન યુનિવર્સિટી સાથે મળી પ્રાથમિક શાળાઓમાં શિશુ વાટીકાઓ શરૂ કરવાનું આયોજન છે, જે માટે હાલ 25 લાખની જોગવાઈ કરાઈ છે.
  • દિવ્યાંગ બાળકોના ઉત્કર્ષ માટે વિવિધ સેમિનાર અને વર્કશોપ કરાશે, જે માટે હાલ 5 લાખની જોગવાઈ કરાઈ છે.
  • બાળકોમાં વિજ્ઞાનમાં રસ કેળવાય તે માટે ગાર્ડન્સમાં એલઈડી લગાવીને બાળકોને વિજ્ઞાન અને નાગરિકોને યોજનાઓની માહિતી અપાશે.
  • ગાર્ડનમાં શૌચાલયોની વ્યવસ્થા બાકી હોય ત્યાં શૌચાલય બનાવાશે.
  • ગાંધીનગરમાં ઈલેક્ટ્રીક વ્હીકલને પ્રોત્સાહન માટે અલગ-અલગ ચાર્જિંગ સ્ટેશન બનાવવા આયોજન કરાયું છે.
અન્ય સમાચારો પણ છે...