તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેરના ગ-3 સર્કલ નજીક ચોરીના બાઈક સાથે એક શખ્સ ઝડપાઈ ગયો હતો. એલસીબીના પીએસઆઈ વાય. વાય. ચૌહાણ ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહને આરોપી અંગે બાતમી મળી હતી. જેના આધારે પોલીસે ગ-3 સર્કલ નજીક વાવોલ તરફ જતાં રોડ પર RJ-12-SE-5102 નંબર બાઈક સાથે ઉભેલા એક શખ્સને ઝડપી પાડ્યો હતો. જેનું નામ પૂછતાં તે મૂળ અરવલ્લીનો અને હાલ ઈન્દ્રોડા ગામમાં રહેતો ભાવેશ કિશનભાઈ કટારા હોવાનું સામે આવ્યું હતું. બાઈકના પુરાવા માંગતા તે ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો.
પોલીસે તેની એકલવ્ય મોબાઈલ સોફ્ટેવરથી ચેચિસ નંબર ચેક કરતાં બાઈકનો સાચો નંબર GJ-09-AN-5117 હોવાનું સામે આવ્યું હતું. જેથી આરોપીની ઉંડાણપૂર્વક પૂછપરછ કરતાં બાઈક તેના બનેવી દિનેશ રણછોડભાઈ ડામોર (રહે-ઉંડાવગામ, મેઘરજ, અરવલ્લી)એ આપ્યું હોવાનું તેને કબૂલાત કરી હતી. બાઈક ચોરી અથવા છળકપટથી મેળવેલ હોવાનું લાગતા પોલીસે 15 હજારની કિંમતની બાઈક જપ્ત કર્યું હતું.
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.