ક્રાઇમ:‘મારા કાકાના દીકરાના લગ્ન સંબંધ કેમ કરાવ્યા’ કહી યુવાનને તમાચા માર્યા

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સેક્ટર-7 ડી ખાતે આવકાર કોમ્પ્લેક્સની સામે યુવક પર પિતરાઈ ભાઈ અને ભાભીએ હુમલો કરતાં મારનો ભોગ બનનારા યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જલાભાઈ ગાંડાભાઈ રાણા (43 વર્ષ) સે-7 ખાતે આવેલા સરવન્ટ કવાર્ટરમાં રહે છે. સોમવાર સાંજે તે આવકાર કોમ્પ્લેક્સ પાસે ઉભા હતા. ત્યારે સે-3 એ ખાતે રહેતો તેમનો મામાનો દિકરો રામગુણ વેલજીભાઈ રાણા તથા તેની પત્ની કલ્પનાબેન (પ્લોટ નં- 1212/1) એક્ટિવા લઈને આવ્યા હતા. જેમાં ‘મારા કાકાના દિકરા દિવ્યાંગના લગ્નનો સંબંધ કેમ કરાવ્યો’ કહીં બંનેએ ગાળાગાળી શરૂ કરી દીધી હતી.

રામગુણે ફરિયાદીની ફેટ પકડીને બે લાફા મારી દીધા હતા, જે બાદ એક્ટિવાની ચાવી રહેલું ચપ્પુ બહાર કાઢીને મારવા આવતા આજુબાજુના લોકો વચ્ચે પડ્યા હતા. લોકોએ ફરિયાદીને વધુ મારમાંથી બચાવતા બંને ત્યાંથી નીકળી ગયા હતા. ત્યારબાદ આ બનાવ અંગે મારનો ભોગ બનનારા યુવકે પિતરાઈ ભાઈ-ભાભી સામે મારામારી અને મારી નાખવાની ધમકી અંગે ફરિયાદ નોંધાવી હતી. સેક્ટર-7 પોલીસે સમગ્ર મુદ્દે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...