તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:‘મારા ઘર આગળથી નિકળવાનું નહીં’ કહી યુવકને માથામાં ધોકો માર્યો

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રણાસણમાં સામાન્ય બબાલમાં સગા ભાઈએ જ ભાઈ ઉપર હુમલો કરતાં ફરિયાદ

રણાસણ ગામના ઇન્દિરાનગરમા આડોશ પાડોશમા રહેતા 2 ભાઈ વચ્ચે સામાન્ય બબાલ થઇ હતી. એક ભાઇએ બીજા ભાઇને અહિંયાથી નીકળવાનુ નહિ કહીને માથામા ધોકો માર્યો હતો. જેની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

ચેલાભાઇ ભલાભાઇ દંતાણી (રહે, રણાસણ) ગામ પાસેથી પસાર થતા હાઇવે ઉપર આવેલી હોટલમા કામગીરી કરે છે. તેમની પાડોશમા રહેતા ભાઇ રાજુ દંતાણી આવીને કહેવા લાગ્યા હતા કે, અમારા ઘર આગળના રસ્તેથી તારે નીકળવાનુ નહિ, તે સમયે ભલાભાઇએ સામે જવાબ આપતા કહ્યુ કે, આ જાહેર રસ્તો છે. અમારે બીજે ક્યાંથી જવાનુ. તેમ કહેતાની સાથે જ રાજુ ઉશ્કેરાઇ ગયો હતો અને મનફાવે તેમ ગાળો બોલવા લાગ્યો હતો. ભાઇએ ગાળો બોલવાની ના પાડતા રાજુ ઉશ્કેરાઈ બાજુમાં પડેલો ધોકો ઉઠાવી સીધો માથામા ફટકારી દીધો હતો. પછી ધમકી આપી કે મારા ઘર આગળથી નિકળ્યા છો તો તમને જાનથી મારી નાખીશ. ઇજાગ્રસ્ત ભલાભાઇને સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવની ફરિયાદ ડભોડા પોલીસ મથકે નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...