તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાકીદ:રાજ્યમાં ફરજિયાત માસ્કના નિયમનો ચુસ્ત અમલ કરવા માટે તમામ એસપીને રાજ્ય પોલીસ વડા તરફથી સૂચના આપવામા આવી

ગાંધીનગર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • માસ્ક ના પહેરનાર પાસે દંડની વસૂલાત કરવા આદેશ

રાજ્યના પોલીસ મહાનિદેશક અને હેડ ઓફ પોલીસ ફોર્સ આશિષ ભાટિયાએ ગુજરાતના તમામ જિલ્લાઓના પોલીસ અધિક્ષકશ્રી અને પોલીસ કમિશનરશ્રીઓને સૌ ફરજિયાત માસ્ક પહેરે તે માટેના નિયમોનું કડકપણે પાલન કરાવવા સૂચના આપી છે.

માસ્ક ના પહેરનાર પાસે દંડની વસૂલાત કરવા આદેશ
માસ્ક ના પહેરનાર પાસે દંડની વસૂલાત કરવા આદેશ

રાજ્ય પોલીસ મહાનિદેશકએ તમામ જિલ્લાઓના પોલીસ અધિક્ષક અને પોલીસ કમિશનરઓને સ્પષ્ટપણે જણાવ્યું છે કે, તેમના વિસ્તારમાં દરેક વ્યક્તિ ફરજિયાત માસ્ક પહેરે અને માસ્ક ન પહેરનારા સામે કડક હાથે કામ લઇ રૂ.1 હજારના દંડની પણ વસુલાત કરવામાં આવે.

માસ્ક ન પહેરનારા સામે કડક હાથે કામ લઇ રૂ.1 હજારના દંડ લેવાશે
માસ્ક ન પહેરનારા સામે કડક હાથે કામ લઇ રૂ.1 હજારના દંડ લેવાશે

રાજ્યમાં વધતા કોરોના સંક્રમણનો વ્યાપ અટકાવવા સૌ નાગરિકોની આરોગ્ય રક્ષા માટે માસ્ક અનિવાર્ય હોઇ, રાજ્યના પોલીસ મહાનિદેશકઓ સૌ નાગરીકો ફરજિયાત માસ્ક પહેરે તે માટેની ઝુંબેશ તાત્કાલિક ધોરણે હાથ ધરવા પણ જિલ્લા પોલીસ અધિક્ષકઓ અને પોલીસ કમિશનરઓને તાકીદ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો