રાંધેજામા ગામમા રહેતો હવસખોર ગામમા જ રહેતી અને રાત્રિના સમયે ઘર બહાર આરામ કરતી સગીરાના ખાટલામા જઇને સુઇ ગયો હતો. ત્યારબાદ સગીરાના શરીર ઉપર હાથ ફેરવતા જાગી ગઇ હતી અને બુમરાણ કરતા મોઢુ દબાવી તુ બોલીશ નહિ અને હુ જે કરુ તેમ કરવા દે. કહીને ધમકી આપી હતી. ત્યારબાદ સગીરાએ હવસખોરને ધક્કો મારી ખાટલામાંથી ઉભી થઇ ગઇ હતી અને બુમરાણ કરતા હવસખોર ભાગી ગયો હતો. આ બનાવને લઇને પેથાપુર પોલીસ મથકમા હવસખોર સામે ફરિયાદ થઇ હતી.
રાંધેજા ગામમા રહેતો એક પરિવારની સગીર વયની દિકરી ઘર બહાર આરામ કરતી હતી. ત્યારે રાત્રિના આશરે એક વાગ્યાના અરસામા ગામમા રહેતો કમલ ઇશ્વર પરમાર પહોંચ્યો હતો અને રાત્રિ દરમિયાન આરામ કરતી સગીરાના ખાટલામા જઇને સુઇ ગયો હતો. મનમા હવસ ભરીને આવેલો હવસખોર સગીરાના શરીર ઉપર હાથ ફેરવવા લાગતા સગીરા ઉંઘમાંથી જાગી ગઇ હતી. તે દરમિયાન હવસખોરે સગીરાનુ મોઢુ દબાવી કોઇને કહીશ તો મારી નાખીશ તેવી ધમકી આપી હતી. તેમ છતા સગીરાએ હિંમત કરીને ધક્કો મારી દીધો હતો અને ખાટલામાથી ઉભી થઇને તેની માતા પાસે પહોંચી હતી, ત્યારબાદ સમગ્ર બાબતથી દિકરીએ તેની માતાને વોકેફ કરી હતી. ત્યારબાદ યુવકના માતા પિતા સાથે પણ સગીરાની માતાએ આ બાબતની વાત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.