સાવચેતી જ સારવાર:કોરોના મટ્યા પછી પણ ફેફસાં, કિડની, હાથ-પગની નસો માટે નુકસાનકારક

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિવિલના ડૉ. સેસિલે સોમવારે વેબિનારમાં માહિતી આપી હતી. - Divya Bhaskar
સિવિલના ડૉ. સેસિલે સોમવારે વેબિનારમાં માહિતી આપી હતી.
  • ગાંધીનગર સિવિલ હૉસ્પિટલના તબીબે વેબિનારમાં પોસ્ટ કોરોના ડિસિઝ વિશે માહિતી આપી
  • કોરોનાથી સાજા થયેલા 90 ટકા દર્દીઓનાં ફેફસાંને થોડા અંશે જ્યારે કિડનીને પણ 20થી 30 ટકા જેટલું નુકસાન કરે છે : ડૉ. સેસિલ પરમાર

કોરોના પ્રત્યે બેદરકારી રાખવાથી આજીવન પસ્તાવો કરવો પડશે. કેમ કે કોરોનાની બીમારીમાંથી મુક્ત થયા બાદ પણ ફેફસાં, કિડની અને હાથ-પગની નસોને પણ નુકસાન થાય છે. આથી કોરોનાનાં લક્ષણો જોવા મળે તો તાત્કાલિક ટેસ્ટ કરાવીને સારવાર લેવી જોઈએ. કોરોનાથી બચવા માટે કોવિડ-19ની માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન જ હાલમાં અસરકારક વેક્સિન હોવાનું સિવિલ હૉસ્પિટલના ડૉ. સેસિલ પરમારે પ્રેસ-ડે અંતર્ગત યોજાયેલા વેબિનારમાં જાણકારી આપી હતી.

કોવિડની ગાઇડ લાઇનની પરવા કર્યા વિના લોકોએ દિપાવલી પર્વની ધૂમ ખરીદી કરતા હાલમાં કોરોના ધૂમ મચાવી રહ્યો છે. ત્યારે કોરોનાની બિમારીમાંથી મુક્ત થયા બાદ અને તેના લક્ષણો જણાય ત્યારે શું શું કાળજી રાખવી લોકોને મળે તે માટે માહિતી વિભાગ દ્વારા પ્રેસ ડેની ઉજવણી નિમિત્તે વેબિનાર યોજાયો હતો. જેમાં હાજર ગાંધીનગર સિવિલ હૉસ્પિટલના મેડિસીન વિભાગના તબિબ ડૉ. સેસિલ પરમારે જણાવ્યું હતું કે કોરોનાના લક્ષણો જોવા મળે તો તાત્કાલિક અસરથી ટેસ્ટ કરાવીને સારવાર લેવી હિતાવહ રહેશે. જો મોડું કરશો તો તેનો પસ્તાવો જીવનભર કરવો પડશે.

કેમ કે કોરોનાની બીમારીમાંથી સાજા થનારા દર્દીઓના ફેફસાંને ડેમેજ કરે છે. ઉપરાંત ડેમેજ થયેલાં ફેફસાંની પુન: રિકવરી થતી નથી. આથી કોરોનાથી બચવા માટે ફરજિયાત માસ્ક પહેરો, સામાજિક અંતર જાળવો, ભીડ ભાડવાળા વિસ્તારમાં જવાનું ટાળો, સેનેટાઇઝર કે સાબુથી હાથ ધોવા, બીનજરૂરી ઘરમાંથી બહાર જવાનું ટાળો સહિતના નિયમોનું ચુસ્ત પાલન કરવું જોઇએ.

કોરોનાની ઝપટમાં આવેલા દર્દીઓ સાજા થવા છતાં તેમના શરીરના આંતરિક અંગો જેવા કે કિડની, ફેફસાંને ડેમેજ કરે છે. ઉપરાંત હાથ પગની નસોને પણ નુકશાન કરે છે. કોરોનાથી ફેફસામાં લોહીની ગાંઠો થઇ જવાથી બચવા ચાન્સ ઘટી જાય છે.

જો તેમ છતાં સારવારથી બચી જાય તેમ છતાં 90 ટકા સાજા થયેલા દર્દીઓના ફેફસાંને થોડાક અંશે ડેમેજ કરે છે. તે રીતે કિડનીને પણ 20થી 30 ટકા નુકશાન કરે છે. પ્રેસ ડે નિમિત્તે માહિતી ખાતાના અધિક માહિત નિયામક પુલકભાઇ ત્રિવેદી સહિત ઉપસ્થિત રહીને કોવિડમાં મિડિયા લોકોમાં ઘર કરી ગયેલા બેજવાબાદાર વલણોને સુધારવાનું કામ કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...