રાજકારણ:હાર્દિક પટેલ સોમનાથ-સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી યાત્રા કરશે, ભાજપમાં જોડાયા બાદ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના પાટીદાર મતદારોનો સંપર્ક કરશે

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
હાર્દિક પટેલ - ફાઇલ તસવીર - Divya Bhaskar
હાર્દિક પટેલ - ફાઇલ તસવીર

આવતા સપ્તાહે હાર્દિક પટેલ ભાજપમાં જોડાઇ શકે છે. ભાજપમાં જોડાયા બાદ હાર્દિક તરત જ સોમનાથથી લઇને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી એક યાત્રાનું આયોજન કરશે. આ યાત્રામાં હાર્દિક સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના પાટીદાર વિસ્તારોમાં ફરીને મતદાતાઓનો સંપર્ક કરશે. આ યાત્રમાં હાર્દિકની સાથે તેના મિત્રો, સમર્થકો અને ભાજપના હોદ્દેદારો પણ જોડાશે.

હાર્દિક પટેલે આ અંગે જણાવ્યું કે હજુ સુધી હું ક્યારેય સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એવી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરી શક્યો નથી. સ્ટેચ્યુના સ્થળે તો મુલાકાત કરી છે પરંતુ કેટલાંક કારણોસર સ્ટેચ્યુ સુધી નથી ગયો. મારી દિલની ઇચ્છા છે કે હું આ સ્થળે મુલાકાત કરું, તેથી આ યાત્રાનું આયોજન વિચાર્યું છે. ભાજપમાં જોડાયા બાદ હું આ યાત્રા યોજવા જઇ રહ્યો છું.જો કે ભાજપમાં જોડાવાની તારીખ અંગે હાર્દિક પટેલે કોઇ ફોડ પાડ્યો ન હતો.

તેણે કહ્યું કે હજુ સુધી હું કાંઇ પણ સ્પષ્ટ પૂર્વક કહી શકીશ નહીં કે હું ક્યારે ભાજપમાં જોડાઇશ. મારી પાસે હાલમાં આ અંગે કોઇ જાણકારી નથી તેથી આ બાબતે હાલ કોઇ ચર્ચા થઇ શકે તેમ નથી.જો કે હાર્દિક પટેલની આ યાત્રાથી ભાજપમાં હાર્દિક પાટીદાર નેતાના ચહેરા તરીકે ઊભરી આવશે.

અન્ય સમાચારો પણ છે...