સમય હતો 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીનો, રાજ્યના ત્રણ સમાજો- પાટીદાર, ઠાકોર અને દલિત પોતપોતાના અલગ-અલગ મુદ્દાને લઇને આંદોલન છેડીને બેઠા હતા. આ આંદોલનોના મુખ્ય ત્રણ ચહેરા, હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણી ભાજપની રાજ્ય સરકારના સામે બાંયો ચડાવીને બેઠાં હતાં.
તેમના જલદ ભાષણોમાં ભાજપના શીર્ષસ્થ નેતૃત્વથી માંડીને રાજ્યના નેતાઓ સામે આગ ઝરતી હતી. પણ માત્ર પાંચ જ વર્ષના ગાળામાં આ આંદોલનજીવીઓને ત્રણેય રાજકીય પક્ષોએ અંદરોઅંદર ભાગ પાડીને વહેંચી લીધાં છે. હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર ભાજપમાં તો ગોપાલ ઇટાલિયા, અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા અને નિખીલ સવાણી આપમાં જ્યારે જિજ્ઞેશ મેવાણી, કિરીટ પટેલ, લલિત વસોયા, લલિત કગથરા સહિતના આજે કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહ્યા છે. પાંચ વર્ષ પહેલાના એ આંદોલનો 2022ની ચૂંટણી પહેલા રાજનીતિના સાંદ્ર દ્રાવણમાં ઓગળી ગયા છે. તે સમયના આંદોલનજીવીઓ આજે રાજકારણની અટારીએ આવીને બેઠાં છે. તે વખતે તેમના ભાષણોમાં સામાજિક મુદ્દા હતા અને તેમના સમાજને સંબોધીને થતાં હતાં, આજે આ ભાષણો રાજકીય છે અને હવે તેઓ તેમના મતદાતાઓને સંબોધી રહ્યા છે.
ઠાકોર સેનાના આંદોલનકારીઓ જેઓ ચૂંટણી લડ્યા
તમામ કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા હતા, હાલ ભરતજી સિવાયના બાકી બધાં ભાજપમાં
અલ્પેશ ઠાકોર હાલ ગાંધીનગર દક્ષિણથી ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલા અગાઉ કોંગ્રેસમાંથી ચૂંટાયા, ભાજપમાંથી હાર્યા હાલ ટિકિટ નહીં ગોવિંદજી ઠાકોર ગાંધીનગર દક્ષિણથી કોંગ્રેસ વતી ચૂંટણી લડ્યા હાલ ભાજપમાં દિનેશ ઝાલેરા કાંકરેજ બેઠક પરથી કોંગ્રેસ વતી ચૂંટણી લડ્યા હાલ ભાજપ રામાજી ઠાકોર ખેરાળુ બેઠક પરથી કોંગ્રેસની ચૂંટણી લડ્યા હાલ ભાજપ ભરતજી ઠાકોર બેચરાજીથી કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાયા આ વખતે કપાયા
પાસ અને એસપીજી સાથે સંકળાયેલા નેતાઓ ભાજપ, કોંગ્રેસ અને આપમાં વહેંચાયા, મોટાભાગનાને ટિકિટ
ભાજપમાં... માત્ર હાર્દિકને ટિકિટ મળી
કોંગ્રેસમાં... મોટાભાગનાને ટિકિટ મળી
EWS અનામત પર સુપ્રીમકોર્ટની મહોર બાદ પાટીદાર આંદોલનના નેતાઓ માટે જનતા સમક્ષ જવાનો માર્ગ મોકળો બની ગયો છે.
આમ આદમી પાર્ટીમાં... રેશમા હવે હાર્દિક સામે લડી શકે છે
બુધવારે આપમાં સામેલ રેશમા પટેલ વિરમગામમાં હાર્દિક પટેલ સામે મેદાનમાં આવી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.