તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:રાયસણ ગામમાં સ્ટ્રીટલાઈટ બંધ રહેતાં ગ્રામજનો પરેશાન

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નમી ગયેલા વીજ પોલ અંગે રજૂઆત કરવા છતાં ઉકેલ નહીં આવતાં રોષ

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવિષ્ટ રાયસણ ગામમાં છેલ્લાં ઘણા સ્થળે સ્ટ્રીટ લાઈટો બંધ હોઈ લોકો પરેશાન છે. વાલ્મીકીવાસમાં હાયમાસ પોલ, વણકરવાસમાં સ્ટ્રીટલાઈટ, હાયમાસ પોલ, બેચરજી ઠાકોરની ઘર પાછળ વાલ્મીકી વાસમાં જતાં રસ્તે 2 લાઈટના પોલ નમી ગયેલા છે.

છેલ્લા લાંબા સમયથી પડી રહેલી આ મુશ્કેલી અંગે સ્થાનિકોએ અનેક વખત રજૂઆત કરી છે. કોર્પોરેશનમાં આ અંગે 10 જૂનના રોજ લેખિત જાણ કરાઈ હોવાનું જાણવા મળ્યું છે. જેમાં નમી ગયેલા પોલનું સત્વરે રિપરિંગ અને હાયમાસ ટાવરના કેબલની માંગણી કરાઈ છે. જોકે હજુ સુધી આ દિશામાં કોઈ કામગીરી થઈ હોય તેવું ધ્યાનમાં આવ્યું નથી.

કોર્પોરેશનમાં સમાવિષ્ટ જૂના ગ્રામ્ય વિસ્તારો અનેક બાબતે તંત્રની ઉપેક્ષા સહન કરી રહ્યાં છે. ત્યારે નવા ગ્રામ્ય વિસ્તારોની ફરિયાદો સામે પણ ઉપેક્ષા રખાતા સ્થાનિકોમાં રોષની લાગણી છે. બીજી તરફ સેક્ટર-24 ઈન્દિરાનગરમાં સ્ટ્રીટલાઈટ બંધ છે જેના કારણે લોકોને અંધારામાં અવરજવર કરવી પડે છે. જે અંગે આપ દ્વારા મ્યુ. કમિશનરને લેખિત રજૂઆત કરી છે. જેમાં રાજ્યની રાજધાનીમાં આવી સ્થિતિને આપ દ્વારા શરમજનક ગણાવવામાં આવી છે. ત્યારે આ અંગે વહેલામાં વહેલી તકે કામગીરી કરવા અનેક સ્થાનિકોમાં માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...