તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:રાંધેજામાં 3 માસથી ઉભરાતી ગટરોથી દૂષિત પાણી ફેલાતાં લોકોને હાડમારી

ગાંધીનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
રાંધેજામાં ગટરના પાણી રોડ પર ફેલાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. - Divya Bhaskar
રાંધેજામાં ગટરના પાણી રોડ પર ફેલાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
 • પ્રદૂષિત પાણી સતત વહેતંુ રહેતાં રોગચાળો ફેલાવાની ભીતિ
 • ગટરની યોગ્ય રીતે સફાઇ કરવામાં નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી
 • યોગ્ય સફાઈ થતી ન હોવાની ફરિયાદો

રાંધેજામાં છેલ્લા ત્રણેક માસથી અલગ અલગ ત્રણ વિસ્તારોમાં ગટર ઉભરાતા દૂષિત પાણી મહોલ્લાના માર્ગ ઉપર ફળી વળ્યા છે. આથી દુર્ગંધથી મહોલ્લાના રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગટરની સફાઇ માટે અવાર નવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવા છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર બની રહેતા સ્થાનિક લોકોમાં રોષ ઉઠ્યો છે.

ગાંધીનગર મનપામાં સમાવિષ્ટ રાંધેજામાં ત્રણ માસથી ઉભરાતી ગટરથી સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગામના રાવળવાસ, અંબાજી માતાજી મંદિરનો વિસ્તાર અને મહાકાળી માતાજી મંદિરના વિસ્તારમાં ગટર ભરાયાની ફરીયાદ કરવા છતાં માત્ર પાણીનું પ્રેસર મારીને જતા રહે છે. પરંતુ ગટર લાઇનમાં જમા થયેલા કચરાને બહાર કાઢીને તેની સફાઇ કરવામાં આવતી નહી હોવાનો સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે. ગટર લાઇનમાંથી કચરો કાઢીને સાફ નહી કરાતા એક સપ્તાહ યોગ્ય રહ્યા બાદ પુન: ગટર ઉભરાતી હોવાનું લોકોએ જણાવ્યું છે.

ગટરની યોગ્ય સફાઇના કારણે ત્રણ વિસ્તારના લોકોની હાલત નર્કાગાર જેવી બની રહી છે. ગટરના પાણી મહોલ્લાના માર્ગ ઉપર ફરી વળતા તેની દુર્ગંધથી આસપાસમાં રહેતા લોકોની હાલત કફોડી બની રહી છે. આ વિસ્તારમાં રોગચાળો ફાટી નિકળે તેવી દહેશત હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું છે. ગટરની યોગ્ય રીતે સફાઇ કરવામાં નહી આવે તો સ્થાનિક લોકો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો