દિવાળી લાભકારી નીવડી:ગત વર્ષ કરતાં 50 ટકા વધારે ઘરાકીથી વેપારીઓમાં ખુશી

ગાંધીનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
દિવાળીના પર્વ નિમિત્તે પાટનગરના બજારમાં છેલ્લી ઘડીની ખરીદીથી વેપારીઓમાં ખુશહાલી જોવા મળી હતી. - Divya Bhaskar
દિવાળીના પર્વ નિમિત્તે પાટનગરના બજારમાં છેલ્લી ઘડીની ખરીદીથી વેપારીઓમાં ખુશહાલી જોવા મળી હતી.
  • કોરોનાની લહેર ઓછી થયા બાદ આવેલી દિવાળી લાભકારી નીવડી: ઘરાકી સારી રહેતાં આગામી વર્ષ સારું રહેશે તેવી આશા જીવંત
  • ઘરાકી સારી રહેતાં આગામી વર્ષ સારું જશે તેવી આશા

દિવાળીના તહેવારોમાં છેલ્લી ઘડીની ખરીદીથી દુકાનોમાં માલ ખલ્લાસની સ્થિતિ બની રહી હતી. વેપારીઓની આશા કરતા ઘરાકી સારી રહેતા આગામી વર્ષ સારૂ બની રહેશે તેવો આશાવાદ જીવંત બન્યો છે. જોકે ગત વર્ષ કરતા 50 ટકા વધારે ઘરાકી રહેતા વેપારીઓને આર્થિક મારમાં રાહત મળી છે. છેલ્લા વીસ માસથી કોરોનાની મહામારીએ સમગ્ર જીવનને અસ્તવ્યસ્ત કરી નાંખ્યું છે. કોરોનાની મહામારીમાં સૌથી વધુ આર્થિક માર વેપારી આલમે સહન કર્યો છે. લાખો રૂપિયાનો માલ દુકાનમાં ભરીલો હોય પરંતુ ઘરાકીની મંદી વચ્ચે લોકડાઉનમાં દુકાનો બંધ કરવાની નોબત્ત આવતા હાલત કફોડી બની હતી.

માલનું વેચાણ નહી થવાથી આવક અટકી પડી જ્યારે તેની સામે વ્યાજ, કર્મચારીઓનો પગાર સહિતના ખર્ચા ચાલુ જ રહ્યા હતા. આથી વેપારીઓની હાલત એક સાંધતા તેર ટૂટે તેવી બની રહી હતી. છેલ્લા વીસ વીસ મહિનાથી આર્થિક માર સહન કરતા વેપારીઓને ચાલુ વર્ષે દિવાળી આર્થિક રાહતવાળી બની રહી હતી. જોકે કોરોનાની મહામારીમાં હાલમાં ભલે સંક્રમણ ઘટી ગયું હોય પરંતુ લોકો ખરીદી કરશે નહી. આથી ઘરાકીમાં 20 ટકાની શક્યતા વેપારીઓએ વ્યક્ત કરી હતી.

જ્યારે તેની સરખામણીએ કાપડ, પગરખાં, ફટાકડા, બેકરી, મીઠાઇ, ફરસાણ, ફર્નિચર, ઇલેક્ટ્રોનિક્સ, ક્રોકરી સહિતમાં વેપારીઓની ધારણા કરતા 30 ટકા ઘરાકી વધુ રહી હતી. છેલ્લા 20 વર્ષથી કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા ભરતભાઇના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે માંડ 20 ટકા ઘરાકી રહેવાની આશા હતી. જ્યારે તેની સામે 50 ટકાથી વધારે ઘરાકી રહી હતી.

વેપારીઓના જણાવ્યા મુજબ કોરોનાની મહામારીના કારણે નવો માલ ભરવાનું સાહસ અમુક વેપારીઓએ કર્યું નથી. તેમ છતાં તેઓના દુકાનમાંથી માલ ખલાસની સ્થિતિ બની રહી હતી. તેમાંય કર્મચારીઓના હાથમાં પગાર આવી જતા લોકોએ મનમૂકીને ખરીદી કરતા જિલ્લાના વેપારીઓને આર્થિક મારમાં આંશિક રાહત મળી છે.

અન્ય સમાચારો પણ છે...