આક્રોશ:વિદ્યાસહાયક ભરતી માટેની જગ્યા અડધી કરી, હવે 6300ને બદલે 3300 બેઠક માટેની તૈયારી

ગાંધીનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જગ્યા ન ઘટાડવા 1 લાખ ઉમેદવારોની માગ

રાજય સરકાર દ્વારા વિદ્યાસહાયકો માટે થનારી ભરતી માટેની જગ્યાની સંખ્યા એકાએક અડધી કરી નાખવામાં આવતા ઉમેદવારોમાં રોષ ભભૂકી ઉઠયો છે. રાજયના શિક્ષણ વિભાગે અગાઉ 6300 વિદ્યાસહાયકોની ભરતી કરવા માટેની તૈયારી હાથ ધરી હતી. હવે આ સંખ્યા એકાએક ઘટાડીને 3300ની કરવામાં આવતા છેલ્લા 4 વર્ષથી ભરતીની રાહ જોતા 1 લાખ જેટલા ઉમેદવારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

વિદ્યાસહાયકોની ભરતી માટે છેલ્લા 4 વર્ષથી પ્રક્રિયા હાથ ધરવા માટે વાયદા અપાય છે. ટેટ-ટાટ પાસ થનાર 1 લાખ જેટલા ઉમેદવારો ભરતી માટેની રાહ જોઇ રહ્યા છે. ઉમેદવારોના કહેવા પ્રમાણે તાજેતરમાં ભરતી પ્રક્રિયા હાથ ધરવા માટે કાર્યવાહી હાથ ધરાઇ છે.આ કાર્યવાહીમાં ઉમેદવારો માટે 3300 જગ્યા એટલે કે 2 હજાર ધો. 6થી8 અને 1300 જગ્યા ધો.1થી5 માટે ભરતી હાથ ધરવાનું નક્કી થયું છે. ભરતીની જગ્યા ઓછી કરવામાં આવતા છેલ્લા 4 વર્ષથી ભરતી માટે રાહ જોતા ઉમેદવારોને અન્યાય થશે તેમ ઉમેદવારોનું કહેવું છે.

અન્ય સમાચારો પણ છે...