મંત્રીમંડળ:ભૂપેન્દ્ર પટેલના અડધોઅડધ મંત્રીઓ તો એવા છે જે કોલેજનો ઊંબરો ચડ્યા નથી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભૂપેન્દ્ર પટેલના 24 મંત્રીઓએ શપથગ્રહણ કર્યાં તેમાંથી અડધા મંત્રીઓએ માત્ર શાળાકીય શિક્ષણ જ પાસ કર્યું છે. આમાંથી ચાર મંત્રીઓ માત્ર પ્રાથમિક શિક્ષણ જ પૂર્ણ કરી શક્યા છે. તો પાંચ મંત્રીઓએ દસમું બોર્ડ જ્યારે ત્રણ મંત્રીઓ 12 પાસ છે. બે મંત્રીઓએ કોલેજમાં એડમિશન લીધું પરંતુ સ્નાતક સુધીનો અભ્યા પૂર્ણ નથી કર્યો. જ્યારે નવ મંત્રીઓ પાસે સ્નાતક અને સ્નાતકોત્તર ડીગ્રી છે. આ આખાંય મંત્રીમંડળમાં એક માત્ર મંત્રી અને અનુસૂચિત જનજાતિના નેતા કુબેર ડિંડોર છે. તેમણે પીએચડી સુધીનો અભ્યાસ કર્યો છે અને વ્યવસાયે પ્રાધ્યાપક છે.

નવા નિમાયેલા મંત્રીઓમાંથી કોની પાસે કઇ ડીગ્રી છે

  • 4 પાસ - દેવા માલમ
  • 8 પાસ - હર્ષ સંઘવી, જીતુ ચૌધરી, અરવિંદ રૈયાણી,
  • 10 પાસ - કિરીટસિંહ રાણા, નરેશ પટેલ, પ્રદીપ પરમાર, આર. સી. મકવાણા, વિનોદ મોરડિયા
  • 12 પાસ - મુકેશ પટેલ, નિમિષા સુથાર, કીર્તિસિંહ વાઘેલા
  • અંડર ગ્રેજ્યુએટ/ડિપ્લોમા - ઋષિકેશ પટેલ, જગદીશ પંચાલ,
  • સ્નાતક/સ્નાતકોત્તર - રાજેન્દ્ર ત્રિવેદી, જીતુ વાઘાણી, પૂર્ણેશ મોદી, રાઘવજી પટેલ, કનુ દેસાઇ, અર્જુનસિંહ ચૌહાણ, બ્રિજેશ મેરજા, મનીષા વકીલ, ગજેન્દ્રસિંહ પરમાર
  • પીએચડી - કુબેર ડિંડોર
અન્ય સમાચારો પણ છે...