તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણમંત્રીને રજુઆત:H TAT મુખ્ય શિક્ષકની બદલી દૂર કરી માતૃશાળામાં મૂકવા માગ

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શૈક્ષિક મહાસંઘ ગુજરાતના અધ્યક્ષની રજૂઆત

પ્રાથમિક શાળાઓના શિક્ષકોના માથે વહિવટી કામગીરીનો ભાર ઓછો થાય અને શૈક્ષણિક કામગીરી માટે બાળકો પાસે વધુ સમય ફાળવી શકે તે માટે રાજ્યની ધોરણ-1થી 8ની તમામ પ્રાથમિક શાળાઓમાં એચ ટાટ મુખ્ય શિક્ષકની ભરતી કરવી જોઇએ. ઉપરાંત એચ ટાટ મુખ્ય શિક્ષકોને વધ ઘટના દાયરામાંથી દુર કરીને તેઓની માતૃશાળામાં પરત મુકવાની માંગણી સાથે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાતના અધ્યક્ષે શિક્ષણમંત્રીને રજુઆત કરી છે.

માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં જે રીતે બિનશૈક્ષણિક કર્મચારી હોય છે. જ્યારે પ્રાથમિક શાળામાં નહી હોવાથી શાળાની વહિવટી કામગીરી મુખ્ય શિક્ષક સહિત સમગ્ર સ્ટાફના શિક્ષકો કરતા હોય છે. આથી શિક્ષકો બાળકોની સાથે શૈક્ષણિક કાર્ય કરવામાં વધુ સમય ફાળવી શકતા નથી.

પરિણામે રાજ્યની તમામ ધોરણ 1થી 8ની પ્રાથમિક શાળાઓમાં એચ ટાટ મુખ્ય શિક્ષકની ભરતી કરવી જરૂરી છે. ઉપરાંત એચ ટાટ મુખ્ય શિક્ષકને વધ અને ઘટના દાયરામાંથી દુર કરીને તેઓને તેમની માતૃશાળામાં પરત મુકવા જોઇએ. વધુમાં નવી રાષ્ટ્રીય શિક્ષણનિતી મુજબ (5+3+3)ની લંબાઇ થશે. આથી પ્રાથમિક શાળાઓમાં સંચાલન અને વહિવટી કાર્યભાર માટે મુખ્ય શિક્ષક આપવો જોઇએ તેવી માંગણી સાથે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાતના અધ્યક્ષ ભીખાભાઇ પટેલે શિક્ષણમંત્રીને રજુઆત કરી છે.ત્યારે હવે આ મામલે આગામી દિવસોમાં કેવો નિર્ણય લેવાય છે તે જોવાનું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...