કોંગ્રેસના MLAનો આક્ષેપ:ગ્યાસુદ્દીન શેખે કહ્યુ, ખાનગી હોસ્પિટલો મા-કાર્ડ હેઠળ સારવાર આપતી નથી

ગાંધીનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

રાજ્ય સરકારના આદેશમાં મા અને મા-વાત્સલ્ય કાર્ડ હેઠળ કોવિડની સારવાર માટે જે દર નક્કી કરાયા છે, તે ખાનગી હોસ્પિટલમાં નિયત લેવાતા દર કરતા 6 હજારથી 14,600 જેટલા ઓછા ચૂકવાય છે. તેમ કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દિન શેખે જણાવ્યું હતું. જૂના-નવા ભાવ વચ્ચે મોટો તફાવત હોવાથી ખાનગી હોસ્પિટલો કોવિડના દર્દીઓને મા-કાર્ડ હેઠળ સારવારની મનાઇ કરે છે. સરકારે મા-કાર્ડ હેઠળ મહત્તમ 10 દિવસ સુધી દરરોજના 5 હજાર લેખે 50 હજાર ચૂકવવાનું નક્કી કર્યું છે.

હોસ્પિટલના દર અને મા-કાર્ડ હેઠળ ચૂકવાતા દર

બેડનો પ્રકારખાનગી હોસ્પિટલનો નિયત ચાર્જ

મા-કાર્ડ હેઠળ સરકાર

આઇસોલેશન બેડ81002000
એચડીયુ113003000

આઇસીયુ(વેન્ટિલેટર વિના)

16,2004000

આઇસીયુ (વેન્ટિલેટર સાથે)

196005000
અન્ય સમાચારો પણ છે...