અકસ્માત:કારની ટક્કરે બાઈક પર જતો ગલુદણનો પરિવાર ઘાયલ

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગલુદણનો યુવક પત્ની તેમજ 3 વર્ષના બાળક સાથે નરોડા ખરીદી માટે જતો હતો

ચગાંધીનગર તાલુકામાં દહેગામ-નરોડા હાઈવે પર સોનારડા પાસે ઈકો અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં ગલુદણના પરિવારને ઈજા થઈ હતી. ગલુદણ ખાતે રહેતાં જીગ્નેશકુમાર પટેલે (33 વર્ષ) આ અંગે ડભોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે મુજબ શનિવારે બપોરે પત્ની અને ત્રણ વર્ષના દિકરાને લઈને બાઈક પર કપડાં લેવા નીકળ્યા હતા. નરોડા જવા માટે તેઓ દહેગામ-નરોડા હાઈવે પર રામપુરા પાટીયા પાસે પહોંચ્યા હતા ત્યારે એક ઈકા ગાડીને ચાલકે સાઈડના ભાગેથી બાઈકને ટક્કર મારી હતી. અકસ્માતમાં યુવક, તેમની પત્ની અને પુત્ર ત્રણેય રોડ પર પટકાયા હતા.

જેમાં ત્રણેયને શરીરે નાની-મોટી ઈજાઓ પહોંચી હતી, જેને પગલે અકસ્માત કરનાર ઈકો ચાલક જ ત્રણેયને બેસાડીને દહેગામની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયો હતો. જ્યાં તેઓને સારવાર માટે દાખલ કરાયા હતા. આ અકસ્માતમાં ફરિયાદીના દિકરા તથા પત્ની માયાબેનને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી. સારવાર લીધા બાદ સમગ્ર મુદ્દે જીગ્નેશકુમાર પટેલે GJ-01-HW-4668 નંબરની કારના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. ડભોડા પોલીસે સમગ્ર મુદ્દે અકસ્માતનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી.આ બનાવની પોલીસ તપાસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...