શિક્ષણ બોર્ડ:ગાંધીનગરમાં ધોરણ-12 સાયન્સના 5085 વિદ્યાર્થીની આજે ગુજકેટની પરીક્ષા

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બેઠક વ્યવસ્થા માટે 21 શાળાના 257 બ્લોકનો ઉપયોગ

ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટમાં જિલ્લાના ધોરણ-12 સાયન્સના 5085 વિદ્યાર્થીઓએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું છે. વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા જિલ્લાની 21 શાળાઓમાં 257 બ્લોકમાં ગોઠવવામાં આવી છે. ઓએમઆર પદ્ધતિથી લેવાનાર પરીક્ષા સવારે 10 કલાકે શરૂ થશે અને સાંજે 4 કલાકે, ફિજીક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી અને મેથ્સ વિષયની પરીક્ષા લેવામાં આવશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 સાયન્સ પછી ઇજનેરી અને ફાર્મસી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ લેવામાં આવે છે. ગુજેકટની પરીક્ષા તારીખ 18મી, એપ્રિલના રોજ સવારે 10થી બપોરેના 4 કલાક સુધી યોજવામાં આવનાર છે. જેમાં ધોરણ-12 સાયન્સના મુખ્ય ચાર વિષયોની પરીક્ષા લેવામાં આવે છે. તેમાં ફિઝીક્સ, કેમેસ્ટ્રી, બોયોલોજી અને મેથ્સ વિષયની એક એક કલાકની પરીક્ષા યોજાશે.

ઓમએમઆર પદ્ધતિથી લેવાનાર પરીક્ષા માટે જિલ્લાના ધોરણ-12 સાયન્સના 5085 વિદ્યાર્થીઓએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું છે. પરીક્ષાની કામગીરીમાં અંદાજે 500 જેટલા કર્મચારીઓને જોતરવામાં આવ્યા છે. ગુજકેટની પરીક્ષાના પ્રારંભમાં સવારે 10થી 12 કલાક સુધી ફિઝીક્સ અને કેમેસ્ટ્રી વિષયની પરીક્ષા લેવાશે. ત્યારબાદ બપોરે 12થી 1 કલાક સુધી બાયોલોજી વિષયની પરીક્ષા લેવાશે.

જ્યારે ત્યારબાદ બે કલાકનો લંચ પછી બપોરે 3થી 4 મેથ્સ વિષયની પરીક્ષા લેવામાં આવશે. જોકે ગુજકેટની પરીક્ષા નેગેટીવ માર્કિંગ સિસ્ટમ હોવાથી પ્રશ્નના સાચા જવાબ માટે એક ગુણ મળે છે. જ્યારે એક પ્રશ્ન ખોટો પડે તો 0.25 ગુણ કપતા હોવાથી આથી ચાર પ્રશ્નો ખોટા પડતા એક ગુણ કપાય છે. તેથી આ પરીક્ષામાં ખાસ ચીવટ રાખવી પડે છે.

અન્ય સમાચારો પણ છે...