કોન્ફરન્સનુ આયોજન:સરકારી ઈજનેરી કોલેજ ગાંધીનગર અને પાટણ દ્વારા ગુજકોસ્ટ પ્રાયોજિત આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ 'ICRPMSME 2021'નુ આયોજન

ગાંધીનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓનલાઇન મોડથી તારીખ 28-29 મે 2021ના દરમિયાન આયોજન કરવામાં આવ્યું

સરકારી ઈજનેરી કોલેજ, ગાંધીનગર અને સરકારી ઈજનેરી કોલેજ, પાટણ દ્વારા સંયુક્ત રીતે ગુજકોસ્ટ-ડીએસટી પ્રાયોજિત આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ “1st International Conference on Recent Progress in Material science and Mechanical Engineering- ICRPMSME 2021”નુ આયોજન ઓનલાઇન મોડથી તારીખ 28-29 મે 2021ના દરમિયાન કરવામાં આવ્યું છે.

દેશના અર્થતંત્ર અને સામાજિક-પર્યાવરણીય વિકાસમાં મટિરીયલ અને મિકેનિકલ એન્જિનિયરિંગની ભૂમિકા સારી રીતે સ્થાપિત છે. આ ક્ષેત્રમાં સંશોધન, વિસ્તૃત જાણકારી અને કુશળતાના વહેંચણી માટે શૈક્ષણિક સંસ્થાઓ, ઉદ્યોગો, સંશોધન સંસ્થાઓ અને વ્યાવસાયિક ઇજનેરોના નિષ્ણાતોને સાથે રાખવું જરૂરી છે. આ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ મટિરીયલ સાયન્સ અને મિકેનિકલ એન્જિનિયરિંગના ક્ષેત્રમાં તાજેતરની પ્રગતિ સાથે સંકળાયેલ છે.

આ કોન્ફરન્સના કન્વીનર ડો. આઇ.બી દવે, પ્રોફેસર, જીઈસી-ગાંધીનગર, અને ડો. એચ. એન. પંચાલ, સહાયક પ્રોફેસર, જી.ઈ.સી.-પાટણ છે. કોન્ફરન્સની થીમ રજૂ કરવા આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠિત ખ્યાતનામ હસ્તીઓ દ્વારા પ્રવચન આપવામા આવશે.

કોન્ફરન્સના ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી ડો. દૌલત કુમાર શર્મા, અને પ્રો. ડી. ડી. મેવાડા, સહાયક પ્રોફેસર, જીઈસી-ગાંધીનગર અમને માહિતી આપી કે આ કોન્ફરન્સમાં મટિરીયલ સાયન્સ અને મિકેનિકલ એન્જિનિયરિંગના ક્ષેત્રમાં ચાલી રહેલ પ્રગતિ અને નવીનતમ વિકાસ અંગેના વિવિધ સંશોધન પત્રો ઉદ્યોગો, શૈક્ષણિક સંસ્થાઓ, સંશોધન અને વિકાસ સંસ્થાઓ અને વ્યાવસાયિક ઇજનેરોદ્વારા સમાંતર સત્રોમાં રજૂ કરવામા આવશે.

કોન્ફરન્સનું ઉદઘાટન ટેકનીકલ શિક્ષણ કમિશનર જી.ટી. પંડ્યા અને પી એન એન ભગવતીના હસ્તે ડો. સ્વેતા.પી. દવે, આચાર્ય, સરકારી ઈજનેરી કોલેજ, ગાંધીનગર, ડો.એચ.એસ. પટેલ, આચાર્ય, સરકારી ઈજનેરી કોલેજ, પાટણ, નિષ્ણાતો તથા વિવિધ ખાતાના વડાઓની ઉપસ્થિતિમાં કરવામાં તારીખ 28 મે 2021ના રોજ કરવામા આવશે.

અન્ય સમાચારો પણ છે...