રાહુલ ગાંધી ગુજરાત નહીં આવે:સલામતીના કારણોસર ગુજરાત પ્રવાસ કાર્યક્રમ રદ કરાયો, શિબિરના અંતિમ દિને હાજરી આપવાના હતા

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રાહુલ ગાંધી - ફાઇલ તસવીર - Divya Bhaskar
રાહુલ ગાંધી - ફાઇલ તસવીર

કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી મંગળવારે ગુજરાત પ્રવાસે આવશે તેવી અનૌપચારિક જાહેરાત બાદ આ મુલાકાત રદ્દ કરવામાં આવી હોવાના સમાચાર પ્રાપ્ત થયા હતા. રાહુલ ગાંધી નવનિયુક્ત ગુજરાત પ્રભારી રઘુ શર્મા સાથે ઉત્તર ગુજરાતમાં બહુચરાજીમાં કોંગ્રેસના સેવાદળની પ્રશિક્ષણ શિબિરની પૂર્ણાહૂતિમાં હાજરી આપવા આવવાના હતા, પરંતુ આ પ્રવાસ કાર્યક્રમ રદ્દ થયો હોવાનું પક્ષના સૂત્રો તરફથી જણાવવામાં આવ્યું હતું.

રાહુલ ગાંધી કોંગ્રેસ વર્કિંગ કમિટીના બેઠક બાદ પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ બની શકે તેવી વાતો ચાલ્યા બાદ આવનારા સમયમાં જે રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે ત્યાં પ્રવૃત્ત થશે તેવું પણ સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું. આ સંદર્ભે જ રાહુલ ગાંધીનો આ પ્રવાસ ગોઠવાયો હોવાનું મનાઇ રહ્યું છે. સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર સલામતીને લગતાં કેટલાંક પ્રશ્નોને કારણે રાહુલ ગાંધીનો આ પ્રવાસ યોજાય તેવી કોઇ શક્યતા રહી ન હતી. જો કે થોડા સમય બાદ રાહુલ ગાંધી ગુજરાત આવશે.

અન્ય સમાચારો પણ છે...