તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

એનાલિસિસ:ડીજી લોકરના રજીસ્ટ્રેશનમાં દેશમાં 3જા સ્થાને ગુજરાત, રાજ્યમાં અમદાવાદ ટોપ પર અને છેલ્લા ક્રમે નવસારી જિલ્લો માત્ર એક જ વ્યક્તિએ રજીસ્ટ્રેશન કરાવ્યું

16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યના ટોપ ટેન જિલ્લામાં સુરત, વડોદરા અને રાજકોટ સહિતના મોટા શહેરો ઉપરાંત ભરૂચ, કચ્છ અને આણંદ પણ સામેલ
  • ડીજી લોકરના મોરબી, નર્મદા, અરવલ્લી, બનાસકાંઠા. દેવભૂમિદ્વારકા બોટાદ છોટાઉદેપુર અને ડાંગ જિલ્લામાં 2 હજારથી 7 હજાર જેટલા યુઝર્સ

દેશમાં ફરજિયાત હેલ્મેટ, ડ્રાઈવિંગ લાઈસન્સ પોલ્યુશન અંડર કંન્ટ્રોલ(PUC) સહિતના ડોક્યુમેન્ટ ફરજિયાત કરાયા છે. ત્યારે દંડમાંથી બચવા માટે દેશભરમાં ભારત સરકારની એપ ડીજી લોકર (digilocker)નો વપરાશ કરતા લોકોની સંખ્યામાં વધારો થયો છે. જેમાં દેશમાં પ્રથમ 10 રાજ્યમાં ગુજરાત 3જા નંબરે છે. એ જ રીતે રાજ્યની વાત કરીએ તો અમદાવાદ પ્રથમ ક્રમે છે અને છેલ્લા ક્રમે નવસારી જિલ્લો છે. અહીં માત્ર એક જ વ્યક્તિએ ડીજીલોકરમાં તેનું ડોક્યુમેન્ટ સેવ કર્યા છે. અત્યાર સુધી સમગ્ર રાજ્યમાં 24,66,612 લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ડીજી લોકર ડેશબોર્ડના ડેટાના આધારૈ આ સમગ્ર રિપોર્ટમાં આ બાબત સામે આવી છે. (આંકડા બપોરના 3 વાગ્યા સુધીના છે)

ડીજી લોકર્સ યુઝરમાં ભરૂચ અને કચ્છ વચ્ચે ગણતરીના આંકડાનો જ ફર્ક
ગુજરાતમાં નોધાયેલા ડીજી લોકરના યુઝર્સની સંખ્યા 24.66 લાખ છે. તેમાં પ્રથમ 10 જિલ્લામાં અમદાવાદમાં 5.41 લાખ સાથે પ્રથમ, સુરતમાં 3.96 લાખ સાથે બીજા, વડોદરામાં 2.38 લાખ સાથે ત્રીજા, રાજકોટમાં 1.81 લાખ સાથે ચોથા, મહેસાણા 87 હજાર સાથે પાંચમા, ભાવનગર 74 હજાર સાથે છઠ્ઠા, ગાંધીનગર 72 હજાર સાથે સાતમા, આણંદ 70 હજાર સાથે આઠમા, ભરૂચ 67 હજાર સાથે નવમા અને કચ્છ 67 હજાર સાથે દસમાં સ્થાને છે.

ડીજી લોકર્સમાં દેશમાં યુઝર મુજબ ટોચના 10 રાજ્યો
ડીજી લોકરના વાપરવા બાબતે પ્રથમ સ્થાન પર મહારાષ્ટ્ર છે અહીં 32.40 લાખ યુઝર્સ છે. બીજા સ્થાને ઉત્તર પ્રદેશ છે અને અહીં 27.32 લાખ યુઝર્સ છે, ત્રીજા સ્થાને ગુજરાત છે અને અહીં 24.66 લાખ યુઝર્સ છે. ચોથા ક્રમાંક પર કર્ણાટક છે અને 20.11 લાખ યુઝર્સ છે. તમિલનાડુમાં 14.91 લાખ યુઝર્સ છે અને પાંચમા સ્થાને છે. આંધ્રપ્રદેશમાં 14.75 લાખ યુઝર્સ છે અને છઠ્ઠા ક્રમે છે, 13.35 લાખ યુઝર્સ સાથે બિહાર સાતમા સ્થાને છે, 12.95 લાખ યુઝર્સ સાથે રાજસ્થાન આઠમા સ્થાને છે, 11.19 લાખ યુઝર્સ સાથે નવી દિલ્હી નવમા સ્થાને છે અન 10.36 લાખ યુઝર્સ સાથે હરિયાણા દસમા સ્થાને છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો