તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દેશની રિઝર્વ બેંકે વિવિધ રાજ્યો દ્વારા જાહેર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ પાછળ થતાં ખર્ચનું સ્ટેટમેન્ટ રજુ કર્યું હતું. જેમાં વર્ષ 2020-21માં આરોગ્ય પાછળ થતાં બજેટના ખર્ચની બાબતમાં ગુજરાત દેશના 31 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 15મા સ્થાને છે. રાજ્ય સરકારે 2020માં કુલ બજેટમાંથી 5.2 ટકા રકમ આરોગ્ય ખર્ચ માટે ફાળવી હતી. રાજ્યનું કુલ બજેટ 2,17,287,24 કરોડનું હતું. જેમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 11 હજાર 243 કરોડની જોગવાઈ દર્શાવવામાં આવી હતી. જે વાસ્તવમાં કુલ બજેટના 5.17 ટકા જેટલી રકમ હતી.
આરોગ્ય ખર્ચમાં ગુજરાત કરતાં રાજસ્થાન આગળ રહ્યું
ગુજરાત સરકારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ પાછળ તેના કુલ બજેટમાંથી વર્ષ 2014-15 માં 5.5 ટકા, 2015-16માં 5.6 ટકા, 2016-17માં 5.7 ટકા, 2017-18માં 5.4 ટકા અને 2018-19માં 5.6 ટકા ખર્ચ કર્યો હતો, જ્યારે 2019-20માં સુધારેલા ખર્ચના અંદાજ પ્રમાણે 5.6 ટકા રકમ આરોગ્ય વિભાગ પાછળ ખર્ચી હતી. રાજસ્થાન જેવું નબળું રાજ્ય પણ ગુજરાતની તુલનામાં આરોગ્ય પાછળ ખર્ચની બાબતમાં આગળ છે. તેણે 2018-19માં તેના બજેટમાંથી 5.8 ટકા રકમ આરોગ્ય માટે ખર્ચી હતી, જ્યારે 2019-20માં સુધારેલા ખર્ચના અંદાજ પ્રમાણે તેણે 6.1 ટકા રકમ આરોગ્ય પાછળ ખર્ચી હતી, જે ગુજરાત કરતાં વધુ હતી.
રાજ્ય સરકારે કોરોનાના દર્દીઓ પાછળ 600 કરોડ ખર્ચ્યા
કોરોનાએ માણસોના જીવનની સાથોસાથ સરકારના બજેટને પણ અસ્તવ્યસ્ત કરી દીધું છે. 24 માર્ચથી અત્યાર સુધીમાં એટલે 175 દિવસોમાં ગુજરાત સરકારે કોરોના દર્દીઓની સારવાર તથા આરોગ્ય સુવિધાઓ પાછળ 600 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. જેમાંથી 210 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ માત્ર ટેસ્ટ પાછળ ખર્ચાય છે જ્યારે 100 કરોડ રૂપિયા દવાઓ, માસ્ક, સેનિટાઇઝર પાછળ ખર્ચાયા છે. રાજ્યમાં એન્ટિજન, આરટી પીસીઆર ટેસ્ટ કીટ પાછળ અત્યાર સુધી 210 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. કુલ 5 લાખ એન્ટિજન ટેસ્ટ કીટ અને 1.50 લાખ આરટી PCT ટેસ્ટની કીટ માટે આ ખર્ચ થયો છે.
હેલ્થ બજેટ 11,24 કરોડ, સાત હજાર કરોડ વેતનો માટેનો ખર્ચ
ગુજરાત સરકારનું 2020-21 માટેનું અંદાજપત્ર દર્શાવે છે કે સરકારે કુલ 11,243 કરોડ રૂપિયાની નાણાંકીય જોગવાઇ આરોગ્ય માટે માટે ફાળવી હતી તે પૈકી સરકારે આરોગ્ય અને તબીબી સેવાઓના સદર હેઠળ કુલ 7124.42 કરોડ રૂપિયાની જોગવાઇ કરેલી છે અને તે પૈકી મોટો ખર્ચ મહેસૂલી સેવાઓ એટલે કે કર્મચારીઓના પગાર, ભાડા ભથ્થા, એરિયર્સ, પેન્શન વગેરે જેવા બિનવિકાસલક્ષી ખર્ચ પાછળ થશે અને તે રકમ 6,274 કરોડ રૂપિયા થશે.
રાજ્યો દ્વારા આરોગ્ય પાછળ થતા ખર્ચની ટકાવારી
ક્રમ | રાજ્ય | ખર્ચ (ટકાવારીમાં) |
1 | દિલ્હી | 11.9 |
2 | પુડ્ડુચેરી | 8.1 |
3 | ગોવા | 7.2 |
4 | મેઘાલય | 7.1 |
5 | રાજ્યસ્થાન | 6.5 |
6 | આસામ | 6.3 |
7 | જમ્મુ કાશ્મીર | 6.1 |
8 | સિક્કિમ | 6.1 |
9 | હિમાચલપ્રદેશ | 6.1 |
10 | મેિઝોરમ | 5.8 |
11 | છત્તિસગઢ | 5.7 |
12 | ઝારખંડ | 5.3 |
13 | તામિલનાડુ | 5.3 |
14 | આંધ્રપ્રદેશ | 5.2 |
15 | ગુજરાત | 5.2 |
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.