તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેઇટીંગ ફોર વેક્સિન:કોરોના વેક્સિનેશન મહાઅભિયાનનો ગુજરાત સરકારનો માસ્ટર પ્લાન તૈયાર, ક્વોલિફાઈડ વેક્સિનેટરની ફોજથી માંડી ડીજિટલ પોર્ટલ રેડી

ગાંધીનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 10 લાખ થી વધુ વોરીઅર્સ અને 1 કરોડથી વધુ 50 વર્ષથી વધુ વયના લોકોનો ડેટા તૈયાર થઈ ગયો છે
 • ડોક્ટર, નર્સ, પોલીસ સાથે આરોગ્ય વિભાગના અધિકારીઓ અને હોસ્પિટલ સ્ટાફ ને પણ ખડે પગે રાખવાનો પ્લાન ઘડાઈ ગયો
 • રસી લીધા બાદ મેડિકલ ઓફિસર નો નંબર અપાશે, આડ અસર થાય તો સીધો સંપર્ક કરી શકશો,બેકઅપ પ્લાન પણ તૈયાર

કેન્દ્ર સરકારે નક્કી કરેલાં ફેઝ મુજબ કોરોનાનું રસીકરણ કરવામાં આવશે. ત્યારે ગુજરાત સરકારે પણ રસીકરણના મહાઅભિયાન માટેનો માસ્ટર પ્લાન તૈયાર કરી લીધો છે. ગુજરાત સરકારે વેક્સિનેશન માટે 50 વર્ષથી ઉપરની ઉંમર ધરાવતા 1 કરોડથી વધારે લોકોનો ડેટાબેઝ પણ તૈયાર કરી લીધો છે. આ ઉપરાંત 10 લાખથી વધારે હેલ્થકેર વર્ક્સ અને ફ્રન્ટલાઈન વર્ક્સનો ડેટા પણ સરકારે એકત્રિત કરી લીધો છે. સમગ્ર ડેટા અને વેક્સીનેશનનો તમામ સર્વે ડિજિટલી પોર્ટલ પર મેનેજ કરવામાં આવશે.

કોરોનાની રસી આપવા માટે સ્પેશિયલ વેક્સિનેશન સેન્ટર ઉભું કરવામાં આવશે. જેમાં અલગ અલગ વકિસનેશન રુમ તૈયાર કરાશે. રસી લેવા આવનાર લોકો માટે એક વેઈટિંગ રૂમ હશે. ત્યાર પછી એક વેક્સિનેશન રૂમ હશે. આ ઉપરાંત વેક્સિન લીધાં પછી તપાસ કરવા માટે એક ઓબ્ઝર્વેશન રૂમ પણ રાખવામાં આવશે. વેક્સિન અપાયા બાદ લાભર્થીને ઓછામાં ઓછી 30 મિનિટ સુધી આ ઓબ્ઝર્વેશન રૂમ હેલ્થકેર ઓફિસની દેખરેખ હેઠળ રાખવામાં આવશે.

વેક્સિનેશન સેન્ટરમાં સેનેટાઈઝેશનની વ્યવસ્થા હશે
આ વેક્સિનેશન સેન્ટરમાં સેનેટાઈઝેશનની વ્યવસ્થા હશે. સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રખાશે. એક સમયે રૂમમાં એક જ વ્યક્તિને હાજર રાખીને ડોઝ અપાશે. વેકિસનેશન સેન્ટર પર 5 લોકોની સ્પેશિયલ ટીમ તૈનાત રહેશે. જેમાં એક મુખ્ય મેમ્બર હશે. જેની દેખરેખમાં બીજા 4 લોકોની ટીમ હશે. જેમાં એક પોલીસકર્મી હશે. એક નર્સ હશે. એક હેલ્થ વર્કર હશે. એક વેક્સિનેટર હશે. મોટા ભાગે ફિમેલ વેક્સિનેટર રાખવામાં આવશે.

ડોર ટૂ ડોર સર્વેમાં થયેલાં રજિસ્ટ્રેશનના આધારે પ્રવેશ અપાશે
કોરોનાની રસી લેવા માટે ડોર ટૂ ડોર સર્વેમાં થયેલાં રજિસ્ટ્રેશનના આધારે પ્રવેશ અપાશે. જેમાં તમારે તમારું આધારકાર્ડ કે રજિસ્ટ્રેશન સમયે જે પુરાવો આપ્યો હોય તે સાથે રાખવાનો રહેશે. સેન્ટરમાં પ્રવેશતી વખતે તમને પહેલાં સેનેટાઈઝ કરવામાં આવશે.કોરોનાની વેક્સિન લીધાં બાદ લાભાર્થીનું સ્પેશિયલ કાઉન્સીલીંગ કરવામાં આવશે. જેમાં તેને કોરોના અંગે ખાસ જાણકારી અપાશે. રસી લીધાં બાદ કોઈ તકલીફ થાય તો શું કરવું તે અંગે જાણકારી અપાશે. એક ડોઝ પછી રસીના બીજા ડોઝ માટેની જાણકારી અપાશે. અને કોવિડની ગાઈડલાઈનના પાલન અંગે જાણકારી અપાશે.

વેક્સિનેશન સેન્ટર ક્યાં હશે?
વિવિધ જિલ્લા અને તાલુકા સ્તરે ચૂંટણીની પ્રક્રિયાની જેમ જ સ્કૂલોમાં, પંચાયતની કચેરીઓમાં, મનપાની કચેરીઓમાં, કોમ્યુનીટી હોલમાં કોવિડના વેક્સિનેશન માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. અને CM ડેશ બોર્ડ પર તમામ લાભાર્થીઓની અપડેટ રાખવામાં આવશે.

રસીકરણની તૈયારી પૂર્ણ
કોરોનાની રસીકરણના મહાઅભિયાનમાં લોકોને રસી આપવા માટે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલાં 15 હજારથી વધારે ક્વોલિફાઈડ વેક્સિનેટરની ફોજ તૈયાર કરી દેવામાં આવી છે. કેવી રીતે આપવી તે અંગે સ્પેશિયલ ટ્રેનિંગ પણ અપાઈ છે.

રસીની આડઅસર થાય તો ?
કોરોનાની રસી લીધાં બાદ કોઈને આડઅસર થાય તો તેના માટે તેને પોતાના વિસ્તારના હેલ્થકેર વર્કરનો મોબાઈલ નંબર આપવામાં આવશે. મેડિકલ ઓફિસરનો પણ નંબર આપવામાં આવશે. તેના નંબર પર કોલ કરીને તમે તમારી તકલીફ જણાવશો તો ટીમ તમારો સંપર્ક કરશે. જરૂર જણાશે તો સરકારી ખર્ચે તમારી સંપૂર્ણ સારવાર કરવામાં આવશે. નિષ્ણાંતોનું કહેવું છેકે, કોઈપણ રસીની સામાન્ય આડઅસર થતી હોય છે. પણ એ ખુબ જ સામાન્ય બાબત છે. તેનાથી કોઈએ ડરવાની જરૂર નથી. આ રીતે બેકઅપ પ્લાન પણ સરકારે તૈયાર કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો