તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવે સરકારને ડહાપણ આવ્યુ:કોરોનાની ત્રીજી લહેર સામે લડવા ગુજરાત સરકાર સરપંચ,સાંસદ,કમિશ્નર અને કલેકટરને સાથે રાખી માસ્ટર પ્લાન તૈયાર કરશે

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
વિજય રૂપાણી ( ફાઈલ ફોટો) - Divya Bhaskar
વિજય રૂપાણી ( ફાઈલ ફોટો)
  • બીજી લહેરમાં સરકાર ઊંઘતી ઝડપાઇ જતા કોરોનાનો કહેર આખા ગુજરાતમાં ફેલાઈ ગયો હતો, જેથી સરકાર હવે સજાગ બની.
  • હાલની પરિસ્થિતિ અને ભવિષ્યમાં ત્રીજી લહેર સામે લડવા જરૂરિયાત અંગેનો વિસ્તૃત રિપોર્ટ માંગવામાં આવી રહ્યો છે.

ગુજરાતમાં કોરોનાની બીજી લહેરે મચાવેલી તબાહીમાં સરકાર ઊંઘતી ઝડપાઇ ગઈ હતી. પરિણામે ત્રીજી લહેરની શકયતાને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે આગોતરા આયોજનની સાથે ખાસ માસ્ટર પ્લાનની તૈયારી શરૂ કરી છે. જેમાં સરપંચ થી માંડીને સાંસદ અને કલેકટર થી લઈને કમિશનરને સાથે રાખી છેવાડાના ગામથી શહેરો સુધીની વ્યવસ્થા અને જરૂરિયાત માટેની સમીક્ષા કરવામાં આવી રહી છે. જેમાં શહેરો અને ગામડાઓમાં સંભવિત ત્રીજી લહેર સામે લડી લેવા કેવા પ્રકારની કામગીરી કરવી જોઈએ તેનો ઝીણવટભર્યો રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

ત્રીજી લહેર સામે સરકાર સજાગ બની ગઈ
ગુજરાતમાં કોરોનાની પહેલી લહેર કરતા બીજી લહેર ખુબજ ઘાતક બની ગઈ છે. ખાસ કરીને હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન અને દવાઓ સહિત ઇનજક્શનની અછત સર્જાતા રાજ્યમાં મેડિકલ ઈમર્જન્સી જેવી સ્થિતિ ઉભી થઇ હતી. ખાસ કરીને બીજી લહેરમાં ગામડાઓ ઝપેટમાં આવી જતા ટાંચા સાધનોને કારણે ગામડાઓમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો હતો. કોરોનાની બીજી લહેરમાં સરકારની નિષ્ફળતા માંથી બોધપાઠ લઇને સંભવિત ત્રીજી લહેર સામે સરકાર સજાગ બની ગઈ છે અને તેના માટે તંત્રને કામે લગાડી દીધું છે.

જરૂરિયાત અંગેનો વિસ્તૃત રિપોર્ટ માંગવામાં આવ્યો
ગામડાના સરપંચથી લઈને સાંસદો તથા કલેકટરથી મ્યુનિસિપલ કમિશનરને કામે લગાડી જે તે ગામ શહેરની હાલની પરિસ્થિતિ અને ભવિષ્યમાં ત્રીજી લહેર સામે લડવા જરૂરિયાત અંગેનો વિસ્તૃત રિપોર્ટ માંગવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકારની કેબિનેટની ગઈકાલે મળેલી બેઠકમાં આજે કોરોનાની વર્તમાન સ્થિતિ,વેક્સિનેશન, તબીબી સેવાઓ સહિત અનેકવિધ મુદ્દે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આરોગ્ય વિભાગ સાથે ત્રીજી લહેર અંગે પણ સમીક્ષા કરીને મંત્રીમંડળને માહિતગાર કર્યા હતા.

વેક્સિનેશન પ્રોગ્રામને ઝડપી બનાવવા ચર્ચા થઈ
આ ઉપરાંત વર્તમાન કોરોનાં સંક્રમણ સંદર્ભે કેબિનેટ બેઠકમાં સમીક્ષા સાથે ચર્ચા-વિમર્શ કરવામાં આવ્યા હતા. સાથે સાથે રાજ્યમાં કોરોના વેક્સિનેશન પ્રોગ્રામને ઝડપી બનાવવા અંગે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. કોરોનાં સંક્રમણની સંભવિત ત્રીજી લહેરની તૈયારીઓ સંદર્ભે પણ વિજય રૂપાણીએ બેઠકમાં ચર્ચા કરી હતી જેમાં ટાસ્કફોર્સે અને હાઈ પાવર કમિટીમાં થયેલી ચર્ચા અંગે પણ મંત્રીમંડળને માહિતીગાર કરવામાં આવ્યા હતા તો બીજી તરફ વિજય રૂપાણીએ મંત્રીઓને સોંપેલ પ્રભારી જીલ્લાઓની કોરોના સંક્રમણની પરિસ્થિતિ અંગે રજૂ થયેલા રિપોર્ટની પણ સમીક્ષા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...