સુવિધા:ગુજરાત સરકારે તાતા મોટર્સને 115 એમ્બ્યુલન્સનો ઓર્ડર આપ્યો, 25 તાતા વિંગર એમ્બ્યુલન્સ સરકારને સોંપવામાં આવી

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં 25 એમ્બ્યુલન્સ સરકારને સોંપાઈ. - Divya Bhaskar
ગાંધીનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં 25 એમ્બ્યુલન્સ સરકારને સોંપાઈ.

તાતા મોટર્સને ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ તરફથી 115 એમ્બ્યુલન્સનો ઓર્ડર મળ્યો છે. જે અંતર્ગત શુક્રવારના રોજ ગાંધીનગરમાં આયોજિત એક કાર્યક્રમમાં રાજ્યના આરોગ્ય મંત્રાલયને 25 તાતા વિંગર એમ્બ્યુલન્સ સોંપવામાં આવી હતી. બાકીની 90 એમ્બ્યુલન્સ તબક્કાવાર આપવામાં આવશે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત અન્ય કેબિનેટ મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ એમ્બ્યુલન્સને શહેરોમાં દર્દીઓની સહાયતા માટે તહેનાત કરાશે.

આ પ્રસંગે તાતા મોટર્સના પ્રોડક્ટ લાઈન, એસવીસીના વાઇસ પ્રેસિડેન્ટ વિનય પાઠકે જણાવ્યું કે તાતા વિંગર અેમ્બ્યુલન્સને દર્દી અને સ્વાસ્થ્ય સેવાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાઈ છે. વિંગર એમ્બ્યુલન્સને બેઝિક લાઈફ સપોર્ટ અને એડવાન્સ લાઈફ સપોર્ટ રેન્જ સહિત તમામ પ્રકારના દર્દી પરિવહન માટે ડિઝાઈન કરવામાં આવી છે અને કોરોના દર્દીઓ માટે વિશેષ રીતે તૈયાર કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...