ભાસ્કર એક્સક્લુઝિવ:ગુજરાત સરકાર વધુ એક યુ-ટર્ન લેવાની તૈયારીમાં

ગાંધીનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીની ફાઇલ તસવીર - Divya Bhaskar
વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીની ફાઇલ તસવીર
  • વ્હીકલ વેચ્યા પછી નંબર જાળવી રાખવાની જાહેરાતમાં સરકારને પારોઠના પગલાં ભરવા પડશે
  • જૂનો નંબર માલિક પાસે રહેશે તો ગુનાખોરીમાં ઉપયોગની આશંકા

દિલ્હી,ઉત્તરપ્રદેશની જેમ રાજયના વાહનચાલકો પોતાનો પસંદગીનો વાહનનો નંબર કાયમી તેની પાસે રાખી શકશે તેવી રીટેન્શન પોલીસી લાવવાની વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીએ તા.10મી જાન્યુઆરીએ જાહેરાત કરી હતી.

આ નિર્ણયથી ગુનાખોરી વધશે તેવો ભય વાહન વ્યવહાર વિભાગે જ વ્યકત કરતા પસંદગીના નંબર વાહન માલિકને કાયણી ધોરણે મળશે તે મુદ્દે મંત્રીને પારઠોના પગલા ભરવા પડે તેવી સ્થિતિ ર્સજાઇ છે.આ પોલીસીની દરખાસ્તમાં જ વાહન વ્યવહાર વિભાગે વાહન માલિક તેની પસંદગીનો જુનો નંબર બેથીત્રણ મહિના સુધી રાખી શકશે, પછી નવા વાહન માટે નવો નંબર તો લેવો જ પડશે.મતલબ, નવા વાહનને વહેલો-મોડો નવો નંબર જ લાગશે.

રાજયના નવા મંત્રીમંડળના મંત્રીઓ તેમના વિભાગમાં નવું કરવા માટે ઉત્સાહી છે, પણ કામ કરે તેનાથી ભૂલ થાય તેમ કયારેક કાચુ પણ કપાઇ જતું હોય છે. રાજયમાં અત્યાર સુધી નવા વાહનને નવો નંબર તે પધ્ધતિ અમલમાં છે. કોઇપણ વ્યકિત નવું વાહન ખરીદે એટલે તેને નવો નંબર ફાળવવામાં આવે છે, પણ વાહન વ્યવહાર મંત્રીએ નવી રીટેન્શન પોલીસી લાવવાની જાહેરાત કરી હતી. જે પ્રમાણે કોઇ પણ વાહન ચાલક તેનું વાહન વેચે કે વાહનને સ્ક્રેપમાં નાખે તેવા બે સંજોગોમાં તેમનો પસંદગીનો નંબર પોતાની પાસે રાખી શકશે એટલે કે, વાહન વેચાશે પણ નંબર વાહન માલિક પાસે જ રહેશે.

આ માટે મંત્રીએ પસંદગીના નંબર માટેનો જે ચાર્જ છે તે ભરવો પડશે તેવી પણ સ્પષ્ટતા કરી હતી. ઉલ્લેખનીય છે કે વાહન નંબર રીટેન કરવાની નીતિ માત્ર એ વ્હીકલ માલિકો માટે છે જેઓ નવું વાહન ખરીદવા માગતા હોય. એટલે કે સ્ક્રેપમાં જતા વાહનોના માલિકો આ નીતિનો લાભ મેળવી શકે નહીં.

રિટેન્શન પોલિસીમાં આ કારણોસર સરકારને ફેરફાર કરવો પડશે
વાહન માલિક વાહન વેચે પણ પસંદગીનો નંબર પોતાની પાસે જાળવી રાખે તેવી રીટેન્શન પોલીસી દિલ્હી,ઉત્તરપ્રદેશ સહિતના રાજયોમાં અમલી છે અને ગુજરાતમાં પણ તેના અમલની જાહેરાત કરી હતી. જાહેરાત પ્રમાણે વાહન માલિક વાહન વેચે કે સ્ક્રેપમાં નાખે પણ તેનો નંબર પોતાની પાસે કાયમી રાખી શકશે. વાહન માલિકનો નંબર તેની પાસે રહેતો હોવાથી બીજા કોઇપણ વાહનમાં તેનો ઉપયોગ થવાની શકયતા છે. જેને કારણે ગુનાખોરી વધશે અને નંબરનો દૂરપયોગ પણ થાય અને તે નંબર કોઇપણ વ્યકિત બીજા વાહનમાં લગાડી શકે તેવું બને શકે તેવો ભય વાહન વ્યવહાર વિભાગે જ વ્યકત કર્યો છે.

લાંબો સમય જુનો નંબર એક જ માલિક પાસે રહે એટલે ગુનાખોરીમાં તે વપરાઇ શકે તેવો ડર વાહન વ્યવહાર વિભાગને હોવાથી કાયમી ધોરણે જુનો નંબર માલિકને આપી દેવાની બાબત સામે વાહન વ્યવહાર વિભાગે સહમત નથી.આથી બે કે ત્રણ મહિના સુધી જુનો નંબર યથાવત રાખી શકે પછી નવો નંબર ફરજીયાત લેવો પડે તેવો ફેરફાર વિભાગે રજૂ કર્યો છે.

વાહન વ્યવહાર કમિશનર ચૂંટણી પુરી કરીને આવે પછી પોલિસી મંજૂર થશે
વાહન વ્યવહાર કમિશ્નર રાજેશ માંજુ અત્યારે અન્ય રાજયમાં ચૂંટણીલક્ષી કામગીરીમાં જોડાયેલા છે. તેઓ ત્યાંથી આવે પછી વાહન વ્યવહાર વિભાગ નવી રીટેન્શન પોલીસી બાબતો ઠોસ નિર્ણય જાહેર કરશે તેમ સુત્રોનું કહેવું છે. સુત્રોએ ત્યાં સુધી કહ્યું કે,જે જાહેરાત થઇ છે તેમાં સુધારો થયા પછી પોલીસીની જાહેરાત થશે.

અન્ય સમાચારો પણ છે...