રાજ્યમાં ગુનેગારોને કડક સજા:નરાધમોને દંડવામાં ગુજરાત ફાસ્ટટ્રેક પર, છેલ્લા 4 મહિનામાં 47ને ફાંસીની સજા, ગ્રીષ્માની હત્યાથી લઈને 6 વર્ષની માસૂમને પીંખનારને મળી સજા-એ-મોત

ગાંધીનગર12 દિવસ પહેલાલેખક: રાકેશ શુક્લ
  • ગૃહ વિભાગ અને ન્યાયતંત્રની સ્પીડથી ગણતરીના દિવસોમાં ગુનેગારોને આકરી સજા
  • 2016થી 2021 સુધીમાં ગુજરાત રાજ્યમાં કુલ 15 આરોપીને મૃત્યુદંડની સજા અપાઈ

તાજેતરમાં ગ્રીષ્મા હત્યા કેસમાં આરોપી ફેનિલને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે ત્યારે દિવ્ય ભાસ્કર છેલ્લા 94 દિવસ એટલે કે 1 ફેબ્રુઆરીથી 5 મે સુધીમાં વિભિન્ન ગુનાઇત કૃત્યોમાં કુલ 47 નરાધમને થયેલી ફાંસી અંગે આ મન્ડે મેગા સ્ટોરીમાં જણાવી રહ્યું છે. ગુજરાતમાં એક તરફ ગુનાહિત પ્રવૃત્તિઓ વધી છે તો ક્રાઇમ અટકાવવા પોલીસે ગુનો ઉકેલવાની પ્રક્રિયા ઝડપી બનાવી છે. એને કારણે કેટલાક ગુનાઓમાં તો બનાવ બન્યાના 90 દિવસની અંદર આરોપીને સજા ફટકારવામાં આવી છે. અનેક જઘન્ય કૃત્યોમાં ઝડપથી ચુકાદાઓ આપીને રાજ્યને ક્રાઈમ સ્ટેટ બનતું અટકાવવા દાખલો બેસાડતા ચુકાદા આપવામાં આવ્યા છે. નોંધનીય છે કે 2016થી 2021 સુધીનાં પાંચ વર્ષમાં ગુજરાત રાજ્યમાં કુલ 15 આરોપીને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી.

દુષ્કર્મ અને હત્યાના કેસના 9 આરોપીને ફાંસી
રાજ્ય સરકાર અને નામદાર કોર્ટો દ્વારા રાજ્યમાં વધી રહેલાં ગુનાઇત કૃત્યોને કાબૂમાં લાવવા અને ગુનેગારોને સબક શીખવવા માટે આકરાં પગલાં ભરવામાં આવ્યાં છે અને ચુકાદાઓ આપવામાં આવ્યા છે. છેલ્લા ચાર મહિનાની વાત કરીએ એમાં દુષ્કર્મ અને હત્યા જેવા અપરાધોના ગુનેગારોને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી છે. એમાં ગ્રીષ્મા મર્ડર કેસ, સુરત રેપ કેસ, ડીસા બાળકી દુષ્કર્મ કેસ સહિતના કેસો છે. ગ્રીષ્મા કેસમાં 83 દિવસમાં ચુકાદો આપવામાં આવ્યો છે.

દેશના ઈતિહાસમાં પહેલીવાર એકસાથે 38 દોષિતને ફાંસી
અમદાવાદમાં 26 જુલાઈ 2008ને શનિવારની સાંજે થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસનો 14 વર્ષે 18 ફેબ્રુઆરી 2022ના રોજ ગુજરાત હાઇકોર્ટે ચુકાદો જાહેર કર્યો હતો. એમાં ગુજરાત જ નહીં, સમગ્ર માનવજાતના દુશ્મન એવા આ કેસના 49 દોષિતમાંથી સ્પેશિયલ કોર્ટે 38ને ફાંસી અને 11ને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી કેદની સજા સંભળાવી હતી. આ દોષિતોને 302 કલમ, રાજદ્રોહ અને UAPA(અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ) હેઠળ સજા ફટકારવા આવી હતી.

અન્ય સમાચારો પણ છે...