તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારના પોકળ દાવા:ગુજરાતને પ્રતિ 10 લાખની વસતીએ સૌથી વધુ ટેસ્ટમાં ટોચના 20 રાજ્યોમાં સ્થાન નહીં

ગાંધીનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
 • દિલ્હીમાં પ્રતિ 10 લાખની વસતીએ સૌથી વધુ 3.20 લાખ ટેસ્ટ જ્યારે ગુજરાત 1.20 લાખ ટેસ્ટ થયેલા છે
 • ગુજરાતમાં છેલ્લા 10 દિવસમાં કોરોનાના 6.44 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા

ગુજરાતને પ્રતિ 10 લાખની વસતીએ સૌથી વધુ ટેસ્ટમાં ગુજરાત દેશના ટોચના 20 રાજ્યોમાં પણ સ્થાન નથી મળ્યું. મોટા રાજ્યોમાં દિલ્હીમાં પ્રતિ 10 લાખની વસતીએ સૌથી વધુ 3.20 લાખ ટેસ્ટ થયેલા છે જ્યારે ગુજરાત 1.20 લાખ ટેસ્ટ સાથે 22માં સ્થાને છે.કોરોનાના કુલ સૌથી વધુ ટેસ્ટમાં ગુજરાત 80.33 લાખ ટેસ્ટ સાથે સમગ્ર દેશમાં સાતમાં સ્થાને છે. ઉત્તર પ્રદેશે સૌથી વધુ 2 કરોડ ટેસ્ટ કર્યા છે. આ સિવાય બિહાર-તામિલનાડુ-મહારાષ્ટ્ર-કર્ણાટક-આંધ્ર પ્રદેશ એવા રાજ્યો છે જ્યાં કોરોનાના કુલ ટેસ્ટનો આંક 1 કરોડને પાર છે.

ટેસ્ટમાં ગુજરાત અન્ય રાજ્યો કરતાં પાછળ
ગુજરાતના આરોગ્ય વિભાગના દાવા અનુસાર રાજ્યમાં પ્રતિ દિન ટેસ્ટની સંખ્યા વધારવામાં આવી રહી છે. રાજ્યની વસતીને ધ્યાને લેતા પ્રતિ દિન 1072.85 ટેસ્ટ પ્રતિ મિલિયન થાય છે. જોકે, માત્ર પ્રતિ 10 લાખની વસતીએ જ નહીં કુલ સૌથી વધુ ટેસ્ટમાં પણ ગુજરાત અન્ય રાજ્યો કરતાં પાછળ છે.પ્રતિ 10 લાખની વસતીએ જ્યાં સૌથી વધુ ટેસ્ટ થયેલા છે તેમાં દિલ્હી સાથે આંદમાન નિકોબારનો પણ સમાવેશ થાય છે. દિલ્હી અને આંદમાન નિકોબારમાં પ્રતિ 10 લાખની વસતીએ સરેરાશ 3.30 લાખ વ્યક્તિના ટેસ્ટ થઇ ચૂક્યા છે. આ યાદીમાં લદ્દાખ 3.20 લાખ સાથે બીજા, પુડ્ડુચેરી 2.70 લાખ સાથે ત્રીજા, અરૂણાચલ પ્રદેશ 2.40 લાખ સાથે ચોથા અને જમ્મુ કાશ્મીર 2.30 લાખ સાથે પાંચમાં સ્થાને છે.

ગુજરાતમાં10 દિવસમાં કોરોનાના 6.44 લાખ ટેસ્ટ કરાયા
ગુજરાતમાં છેલ્લા 10 દિવસમાં કોરોનાના 6.44 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા છે. આમ, આ પ્રમાણે ગુજરાતમાં હાલ પ્રતિ દિવસે સરેરાશ માત્ર 64 હજાર ટેસ્ટ થઇ રહ્યા છે. જેની સરખામણીમાં ઉત્તર પ્રદેશે છેલ્લા 10 દિવસમાં સરેરાશ 1.50 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાતમાંથી પ્રતિ 10 લાખની વસતીએ અમદાવાદમાંથી સૌથી વધુ 2.90 લાખ ટેસ્ટ થયેલા છે. અમદાવાદમાં કોરોનાના કુલ ટેસ્ટનો આંક હવે 20 લાખને પાર છે. 10 લાખની વસતીએ સૌથી વધુ ટેસ્ટમાં સુરત 2.50 લાખ સાથે બીજા, રાજકોટ 1.70 લાખ સાથે ત્રીજા, ગાંધીનગર 1.40 લાખ સાથે ચોથા અને વડોદરા 1.30 લાખ સાથે પાંચમાં સૃથાને છે. 10 લાખની વસતીએ પંચમહાલમાં સૌથી ઓછા 48100, જુનાગઢમાં 53400 જ્યારે સાબરકાંઠામાં 58100 ટેસ્ટ થયેલા છે.

ગુજરાતના જિલ્લાઓમાં ટેસ્ટની સંખ્યા

જિલ્લોટેસ્ટ
અમદાવાદ2.90 લાખ
સુરત2.50 લાખ
રાજકોટ1.70 લાખ
ગાંધીનગર1.40 લાખ
વડોદરા1.30 લાખ
મોરબી1.20 લાખ
ડાંગ1.00 લાખ
અમરેલી1.00 લાખ
બોટાદ1.00 લાખ
નર્મદા99300
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો