તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખે સી.આર.પાટીલે ગુજરાત વિધાનસભાની 182 બેઠકોની 2022માં યોજાનાર ચૂંટણી પૂર્વે 283 સભ્યોની જમ્બો કારોબારીની જાહેરાત કરી છે. જેમાં પ્રદેશ કારોબારીમાં 79, પ્રદેશ આમંત્રિત 151 અને વિશેષ આમંત્રિત 53 સભ્યોનો સમાવેશ થાય છે. જેમાં ધારાસભ્યો, સાંસદો, મંત્રીઓ, પ્રદેશના પૂર્વ નેતાઓ, પૂર્વ મેયર, અને શહેર જિલ્લાના આગેવાનોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
ભાજપના પ્રદેશ માળખામાં માતા પુત્ર બંને સામેલ થયાં
ભાજપે જાહેર કરેલા પ્રદેશ કારોબારીના સભ્યોમાં ખાસ કરીને અમદાવાદમાંથી 8 અને રાજકોટમાંથી 4 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ખાસ કરીને આશ્ચર્યની બાબત એ છે કે ભાજપ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ પદે નિમણૂંક થયેલા પ્રશાંત કોરાટના માતા જશુમતિબેન કોરાટનો પણ કારોબારીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આમ ભાજપના પ્રદેશ માળખામાં માતા પુત્ર બંને સામેલ થયાં છે.
મોરચાઓના પ્રદેશ પ્રમુખોનાં નામ જાહેર
સ્થાનિક સ્વરાજની ચૂંટણી શાનદાર વિજય મેળવ્યા બાદ હવે ગુજરાત ભાજપે પ્રદેશ મહામંત્રીઓને ઝોનની ફાળવણી તેમજ મોરચાઓના પ્રદેશ પ્રમુખોનાં નામ જાહેર કર્યાં છે. પ્રદેશ મહામંત્રીઓની વાત કરીએ તો પ્રદીપસિંહ વાઘેલાને દક્ષિણ ઝોન, પ્રદેશ કાર્યાલય અને અમદાવાદ ઝોનની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે ભાર્ગવ ભટ્ટને મધ્યઝોન તેમજ રજની પટેલને કચ્છ અને ઉત્તર ઝોનની અને વિનોદ ચાવડાને સૌરાષ્ટ્ર ઝોનની જવાબદારી સોંપી છે તેમજ પ્રદેશ મીડિયા સહ-કન્વીનર કિશોર મકવાણા હવેથી પ્રદેશના સહ-પ્રવક્તા તરીકે જવાબદારી નિભાવશે.
12 જાન્યુ.એ 9 પ્રદેશ હોદ્દેદારોના નામ જાહેર કર્યાં હતા
આ પહેલા 12 જાન્યુઆરીના રોજ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સંગઠનોના હોદ્દેદારોના નામ જાહેર કર્યા હતા. પ્રદેશ પ્રમુખ પાટીલે પ્રદેશ ઉપપ્રમુખથી લઈ પ્રદેશ મુખ્ય પ્રવક્તા અને પ્રદેશ મંત્રીઓના નામ જાહેર કર્યા હતા. જેમાં ડો.ભરત બોઘરા અને મહેન્દ્ર એસ.પટેલને પ્રદેશ ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા હતા. જ્યારે યમલ વ્યાસને પ્રદેશ મુખ્ય પ્રવક્તાની જવાબદારી સોંપવામાં આવી હતી.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.