તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અન્યાય:ગુજરાતમાં 13 હજાર પોલીસ કર્મીઓની ભરતીની જાહેરાત કરાઈ પણ 540 PSIની ખાતાકીય ભરતી બે વર્ષથી અટકી પડી છે

ગાંધીનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • પોલીસ તંત્રમાંથી જ મોડ- ટુ અને થ્રી અનુસાર ખાતાકીય ભરતીની પ્રક્રિયા નવેમ્બર-2018માં શરૂ કરવામાં આવી હતી

તાજેતરમાં જ ગૃહરાજ્ય મંત્રીએ પોલીસ વિભાગમાં 13 હજાર જેટલા કર્મચારીની ભરતી કરવાની જાહેરાત કરી હતી. ત્યારે 2 હજાર જગ્યાઓ ખાલી હોવા છતાં 540 PSIની ખાતાકિય રીતે ભરતી કરવાની પ્રક્રિયા છેલ્લા 2 વર્ષથી લટકી પડી છે. ખાતાકિય ભરતીના લાભ મુદ્દે હાઈકોર્ટમાં મંગાયેલ દાદનના મામલે ગૂંચવાયેલ કોકડું નહીં ઉકેલાતા હાલમાં 3 હજાર પોલીસ કર્મીઓને અન્યાય થઈ રહ્યો છે. ગુજરાત પોલીસમાં ભરતીનો દોર ચાલી રહ્યો છે છતાં અનેક જગ્યાઓ ખાલી છે. પોલીસ તંત્રની કરોડરજ્જુ ગણાતાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર્સની 2 હજાર જગ્યા ખાલી છે. નિયમ પ્રમાણે પોલીસ તંત્રમાંથી જ મોડ- ટુ અને થ્રી અનુસાર ખાતાકીય ભરતીની પ્રક્રિયા નવેમ્બર-2018માં શરૂ કરવામાં આવી હતી.

ખાતાકીય પરીક્ષા આપવા કરાયેલી દાવેદારીનો મામલો કોર્ટમાં છે
પોલીસ તંત્રમાં ન્યૂનત્તમ અનુભવ સહિતની કેટેગરી વગેરે નિયમો સાથે 540 જગ્યા ભરવા માટે હાથ ધરાયેલી પ્રક્રિયામાં શારીરિક કસોટી એક વર્ષ પછી ડીસેમ્બર-2019માં લેવામાં આવી. 3 હજાર પોલીસ કર્મચારી PSI બનવા માટેની આખરી લેખિત પરીક્ષા માટે પસંદ થયાં હતાં. PSIની 540 જગ્યા ખાતાકીય ભરતીથી ભરવા માટેની છેલ્લી, લેખિત પરીક્ષાની તારીખને એક વર્ષ વિત્યું છતાં આવતી નથી.પોલીસ સૂત્રો કહે છે કે, ડાયરેક્ટ ASI એ મોડ-2માં PSIની ખાતાકીય પરીક્ષા આપવા કરાયેલી દાવેદારીનો મામલો કોર્ટમાં છે.

ગુજરાત પોલીસમાં 2 હજાર PSIની ઘટ
એક વર્ષ વિતી ગયું છે છતાં ગુજરાત સરકાર કે ગૃહવિભાગ દ્વારા આ વિવાદ ઉકેલાય તે દિશામાં ગંભીર ગણી શકાય તેવી કાર્યવાહી કરી નથી. આ કારણે ખાતાકીય પરીક્ષા આપીને PSI બનવાની અનેક પોલીસ કર્મચારીની ઈચ્છા અધૂરી રહી ગઈ છે. ગૌણ સેવા પરિષદ દ્વારા વહેલાસર લેખિત પરીક્ષા લેવાય અને પી.એસ.આઈ.ની ખાતાકીય ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય તો કાયદો-વ્યવસ્થાની સિૃથતિમાં અનુભવી પોલીસ કર્મચારીનો પી.એસ.આઈ. તરીકે ઉપયોગ શક્ય બનશે. સાથોસાથ, ગુજરાત પોલીસમાં 2000 PSIની ઘટ છે તેમાં મોટો ખાડો પૂરાય તે સમયની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો