તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરી:ગિયોડ સ. મંડળી અને સસ્તા અનાજની દુકાનનંુ શટર તૂટ્યું, ગિયોડ સ. મંડળી અને સસ્તા અનાજની દુકાનનંુ શટર તૂટ્યું

ગાંધીનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
દુકાનમાં તસ્કરો પ્રવેશ્યા હતા. - Divya Bhaskar
દુકાનમાં તસ્કરો પ્રવેશ્યા હતા.

ગિયોડ ગામમા આવેલી બે દુકાનમાંં તસ્કરો ચોરી કરવાના ઇરાદે શટર તોડી અંદર પ્રવેશ્યા હતા. ગત જુલાઇ મહિનામા તસ્કરો શટર તોડીને ઘૂસ્યા હતા પરંતુ તસ્કરોનો ફેરો ફોગટ રહ્યો હતો. જ્યારે તસ્કરો સીસીટીવી કૅમેરામાં કેદ થયા હતા. ચોરીની ફરિયાદ ચિલોડા પોલીસ મથકે કરવામાં આવતા કાર્યવાહી હાથ ધરી હતી.દશરથ રણછોડભાઇ પટેલ (રહે, ગિયોડ ગામ) ગામની મંડળીમાં સેક્રેટરી તરીકે ફરજ બજાવે છે ત્યારે 29 જુલાઇએ સેવા સહકારી મંડળી અને પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર દુકાન બંધ કરીને ઘરે ગયા હતા. બીજા દિવસે સવારે ગામના રહીશનો મંડળીના સેક્રેટરી ઉપર ફોન આવતા કહ્યું હતંુ કે મંડળીનું શટર ખુલ્લું છે.

મંડળીમાં અને ગ્રાહક ભંડારમા તિજોરી તૂટેલી હાલતમાં અને સામાન અસ્તવ્યસ્ત પડેલો હતો. આ બનાવને લઇને દુકાનમા લગાવેલા સીસીટીવી જોતા બે લોકો દુકાનનંુ શટર તોડતા જોવા મળતા હતા. ફરિયાદ નોંધવા માટે પોલીસે મહિનો ફેરવ્યા : ચોરી કરવાના ઇરાદે બે લોકોએ બે દુકાનના શટર તોડ્યા હતા. ચોરી કરવાના ઇરાદે પ્રવેશ કર્યો હતો, પરંતુ કાઇ હાથ લાગ્યુ ન હતુ. ત્યારે સેક્રેટરી ફરિયાદ નોંધાવવા ગયા હતા, પરંતુ નવા પીઆઇ પોતાની શાખ બચાવવા માટે ફરિયાદ લેતા ન હતા. જેને લઇને એક મહિનો પાછળ ફેરવ્યા બાદ ફરિયાદ લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...