તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવાસ યોજના:ગુડાના રાયસણ અડાલજ અને કુડાસણ આવાસના 40 અરજદારોને મકાન ફાળવ્યાં

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીનગરમાં વેઇટિંગ લિસ્ટના લાભાર્થીઓનો ડ્રો કરવામાં આવ્યો હતો
  • સમયમર્યાદામાં નાણાં ભર્યા ન હોય તેવા લાભાર્થીઓના મકાન રદ થયાં

ગુડા દ્વારા રાયસણ, અડાલજ અને કુડાસણ લાભાર્થીઓને ડ્રો કરી મકાનો ફાળવવામાં આવ્યા હતા. પરંતુ નિયત સમયમર્યાદામાં નાણાં ભર્યા ન હોય તેવા 40 લાભાર્થીના મકાન રદ થતાં તે સમયના વેઇટિંગ લિસ્ટના લાભાર્થીઓનો ડ્રો કરવામાં આવ્યો હતો.મધ્યમ અને ગરીબ પરિવારોનું ઘરના ઘરનું સપનું સાકાર થાય તે માટે ગુડા દ્વારા રાયસણ અડાલજ અને કુડાસણ ખાતે તબક્કાવાર આવાસ યોજનાના મકાનો બનાવીને તેના ડ્રો કરવામાં આવ્યા હતા. જેમાં અડાલજ ખાતેના આવાસ યોજનાનો ડ્રો વર્ષ 2015,2017,2021 તથા કુડાસણ ખાતેના આવાસ યોજનાનો ડ્રો 2016, 2017,2021 જ્યારે રાયસણ ખાતેના આવાસ યોજનાનો ડ્રો વર્ષ 2017 અને 2021માં કરવામાં આવ્યો હતો.

આવાસ યોજના અંતર્ગત ગુડાએ કરેલા ડ્રોમાં જે લાભાર્થીઓને મકાન લાગ્યા હોય તેઓએ નિયત રકમ નિયત સમય મર્યાદામાં ભરવાની હતી.જોકે અમુક લાભાર્થીઓએ નિયત સમયમર્યાદામાં રકમ નહીં ભરતાં ગુડા દ્વારા નોટિસ આપવામાં આવી હતી. ઉપરાંત રકમ ભરી જવા માટે સમય પણ આપવામાં આવ્યો હતો. તેમ છતાં જે લાભાર્થીઓ નિયત કરેલા રૂપિયા ભરી શક્યા નહોતાં તેવા લાભાર્થીઓના આવાસ રદ કરવામાં આવ્યાં હતા.

અડાલજ અને કુડાસણ આવાસ યોજનાના કુલ-18-18 તેમજ રાયસણ આવાસ યોજનામાં 6 મકાન ખાલી પડતાં તેઓનો ડ્રો કરવામાં આવ્યો હતો. જે તે વખતે આવેલા ફોર્મમાં વેઈટીગ લિસ્ટમાં મૂકવામાં આવેલા લાભાર્થીઓને આ આવાસો ફાળવવામાં આવ્યા હતા. આથી વેઇટિંગમાં રહેલા લાભાર્થીઓને ડ્રોમાં આવાસ ફાળવવામાં આવતાં પોતાના ઘરનું સપનું સાકાર થયું હોય તેવો આનંદ તેમના ચહેરા ઉપર જોવા મળતો હતો.

અન્ય સમાચારો પણ છે...