તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:ગુડાના આવાસ યોજનાના ફોર્મ 30 જુલાઇ સુધી ઓનલાઇન ભરી શકાશે

ગાંધીનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અત્યારસુધીમાં માત્ર 2500 જ અરજીઓ આવી છે
  • સરગાસણ, વાવોલ તેમજ પેથાપુર ગામમાં પીએમએવાય યોજના હેઠળ નવા આવાસો તૈયાર કરવામાં આવશે

મધ્યમ અને ગરીબ પરિવારોને પણ પ્રધાનમંત્રી આવાસ યોજના થકી ઘરનું ઘર મળી રહે તે માટે ગુડા દ્વારા કુલ 2100 મકાનની યોજના શરૂ કરી છે. વાવોલમાં બે, સરગાસણ અને પેથાપુરમાં એક એક યોજના મુકવામાં આવી છે. યોજના અંતર્ગત મકાન માટે હજુ સુધી માત્ર 2500 જ અરજીઓ આવી છે. આથી યોજનાના ફોર્મ ભરવાની મુદત આગામી 30મી, જુલાઇ-2021 સુધી લંબાવવામાં આવી છે.

હાઉસીંગ ફોર ઓલના મિશન અંતર્ગત ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરી છે. તેમાં આર્થિક રીતે પછાત વર્ગના આવાસો બનાવીને ગરીબ તેમજ મધ્યવર્ગના પોતાનું મકાન મળી રહે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરાઇ છે. જે અંતર્ગત ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા સરગાસણ ખાતે 1208, વાવોલમાં 288 અને 504 તેમજ પેથાપુરમાં 100 આવાસોની યોજના મુકવામાં આવી છે.

આ યોજના અંતર્ગત ગુડા દ્વારા ગત માર્ચ-2021 માસમાં ફોર્મનું વિતરણ તેમજ સ્વિકારવાની કામગીરી શરૂ કરી હતી. તેમાં અત્યાર સુધી ગુડાને 2500 ફોર્મ જ ભરીને જમા કરાવ્યા છે. જ્યારે તેની સામે કુલ 2100 આવાસોની યોજના હોવાથી કોરોનાના કારણે કોઇ પરિવાર ફોર્મ ભરવાથી વંચિત રહે નહી તે માટે તારીખ લંબાવી છે. આથી ગુડાને પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ ભરવાની તારીખ 30મી, જુલાઇ-2021 સુધી લંબાવી છે.

ગુડાની પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મનું હજુય વિતરણ તારીખ 30મી, જુલાઇ-2021 સુધી કરવામાં આવનાર છે. તેમાં ગુડા ગાર્ડન, સપ્તર્ષિ સોસાયટીની બાજુમાં, સહજાનંદ પાર્કની બાજુમાં, કુડાસણ અને ગુડાનો સાંસ્કૃતિક હોલ રાયસણ ગામની નજીક રાયસણ ખાતે કરાશે. જ્યારે સેક્ટર વિસ્તારોમાં એકપણ કેન્દ્ર ઉભું કરાયું નથી.

અન્ય સમાચારો પણ છે...