નિર્ણય:ગુડાના મકાનો ભાડે આપનારા સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે

ગાંધીનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 20000થી 50000ના દંડની વસૂલાત સાથે સીલ મારવામાં આવશે
  • ગુડા દ્વારા કેટેગરી મુજબ આવાસ યોજનાની દંડનીય રકમ નક્કી કરાઈ

ગરીબ અને મધ્યમવર્ગ પરિવારો માટે ગુડાએ આવાસ યોજના અંતર્ગત મકાનો આપવામાં આવ્યા છે. પરંતુ અમુક લાભાર્થીઓ દ્વારા આવાસ ભાડે આપી દીધાની ફરીયાદો ગુડાને મળી રહી છે. આથી ગુડા દ્વારા આવાસોની તપાસ કરી ભાડે આપનાર લાભાર્થીઓને રૂપિયા 20000થી રૂપિયા 50000નો દંડની વસૂલાતની સાથે સીલ મારવા સુધીની કાર્યવાહી કરાશે.

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોને ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થાય તે માટે ઇડબલ્યુએસ, એલઆઇજી, એમઆઇજી સહિતના વિવિધ આવાસો બનાવીને ડ્રો કરી લાભાર્થીઓને આપવામાં આવ્યા છે. જોકે લાભાર્થીઓ દ્વારા પોતાના આવાસો ભાડે આપીને ભાડાની આવક મેળવી રહ્યાની અનેક ફરીયાદો ગુડાને મળી રહી છે.

ગુડાના અલગ અલગ આવાસ યોજનાની દંડનીય રકમ જુદી-જુદી નક્કી કરવામાં આવી છે. તેમાં ઇ.ડબલ્યુ.એસ.-1 માટે રૂપિયા 20000, એલ.આઇ.જી-1 માટે રૂપિયા 25000, એલ.આઇ.જી.-2 માટે રૂપિયા 35000 અને એમ.આઇ.જી.-1 માટે રૂપિયા 50000 નક્કી કર્યા છે.

ગુડા દ્વારા ચિલોડા અને રાયસણ ખાતેની આવાસ યોજનાની ગુડાના અધિકારીઓએ આકસ્મિક તપાસ કરી હતી. તેમાં રાયસણના એલઆઇસી આવાસ યોજનાના કુલ-16 મકાનો તેમજ ચિલોડાની એલઆઇજી આવાસ યોજનાના કુલ-17 મકાનોમાં ભાડુઆત રહેતા હોવાથી નોટીસ ફટકારીને પંચનામું કરીને મકાન સીલ કર્યા હતા.

ગુડાની તપાસમાં ભાડુઆત રહેતા હોવાથી સીલ કરેલા 33માંથી 16 મકાનોના માલિકોએ નિયત કરેલો દંડ ભર્યો હતો. તેમાં રાયસણના કુલ-4 તેમજ ચિલોડાના કુલ-12 આવાસના માલિકોએ રૂપિયા 25000 લેખે કુલ રૂપિયા 4 લાખનો દંડ ભર્યો હતો. આથી આ મકાનોના સીલ ગુડા દ્વારા ખોલવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...