તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઈફેક્ટ:ગુડાની EWS આવાસ યોજનાને કોરોનાનું ગ્રહણ લાગ્યું, 3 મહિનામાં 2100 આવાસ યોજનાની સામે 1400 ફોર્મ ભરાયા

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 792 ફ્લેટ વાવોલમાં અને 100 જેટલા ફ્લેટ પેથાપુરમાં બનવાના છે

ગાંધીનગર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી દ્વારા શહેરમાં વસતા મધ્યમ વર્ગીય આર્થિક નબળા લોકો માટે 2100 EWS આવાસોની યોજનાને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. તેમાં છેલ્લા ત્રણ મહિનામાં માત્ર 1427 ફોર્મ જ નગરજનોએ ભર્યા છે. જેનાં પગલે કોરોનાની અસર સરકારી આવાસ યોજનાના મકાનો ઉપર પણ થઈ રહી હોવાનું નકારી શકાય તેમ નથી.

સૌથી વધુ 1208 જેટલા ફ્લેટ સરગાસણમાં બનશે

ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (ગુડા) દ્વારા શહેરમાં સુચારુ આયોજન ઘડીને મધ્યમ વર્ગીય પરિવારોને સારી સુખ સુવિધાના આવાસો મળી રહે તે માટે ઈડબલ્યૂએસના મકાનોની સ્કીમ 20 માર્ચથી જાહેર કરવામાં આવી છે. આ સ્કીમ હેઠળ 2100 મકાનો બનશે. જેમાં સૌથી વધુ 1208 જેટલા ફ્લેટ સરગાસણમાં, 792 ફ્લેટ વાવોલમાં અને 100 જેટલા ફ્લેટ પેથાપુરમાં બનવાના છે. આમ કુલ 2100 ફ્લેટની યોજના ગુડા દ્વારા મુકવામાં આવી છે.

માત્ર રૂ.5 લાખ 50 હજાર રૂપિયામાં ઈડબલ્યૂએસ આવાસ

જે અંતર્ગત માત્ર રૂ.5 લાખ 50 હજાર રૂપિયામાં આર્થિક નબળા વર્ગના લોકોને ઈડબલ્યૂએસ આવાસ યોજનાના મકાનો ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે. ત્યારે કોરોના મહામારીના કારણે વેપાર ધંધા પડી ભાંગ્યા છે. જેની અસર લોકોની રોજીંદી જિંદગી પર સીધી અસર પડી છે. જેનાં કારણે સરકારી આવાસ યોજનાની સ્કીમ પર પણ અસર વર્તાઈ રહી છે. માર્ચ મહિનાથી શરૂ કરવામાં આવેલી આ યોજના અંતર્ગત ઓફલાઈન 1,286 ફોર્મ ભરીને લોકોએ ગુડા કચેરીમાં જમા કરાવ્યા છે.

ઓનલાઈન 141 ફોર્મ કચેરીમાં આવ્યા છે

તે સિવાય ઓનલાઈન 141 ફોર્મ કચેરીમાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ 1,427 ફોર્મ ભરીને લોકોએ ગુડા કચેરીમાં જમા કરાવ્યા છે. તો અત્યાર સુધીમાં 15 હજાર 772 ફોર્મ ઉપડી ચૂક્યા છે. જેની સામે ફોર્મ ભરીને પરત આપવામાં લોકો જોઈએ તેવો ઉત્સાહ દાખવી રહ્યાં નથી. જેનું મુખ્ય કારણ ધંધા અને નોકરી પર અસર થતા આ પરિસ્થિતિ સર્જાઈ હોઈ તેવું લાગી રહ્યું છે.

ડ્રો થશે અને સ્કીમ પ્રમાણે મકાનો ફાળવવામાં આવશે

બીજી તરફ ઈડબલ્યૂએસ આવાસ યોજનાના મકાનો માટે અંતિમ તારીખ 30 જૂન છે, પરંતુ કોરોનાના કારણે જુલાઈની 30 તારીખ છેલ્લી ફોર્મ ભરવાની લંબાવવામાં આવે તે પ્રકારની શક્યતા વર્તાઈ રહી છે. કેમ કે, કોરોનાના કારણે કેટલીક કચેરીઓમાં કામ નહતા થતા. આમાં આ સ્કીમમાં ફોર્મ ભરતા પહેલા સોગંદનામું પણ કરાવવું ફરજિયાત છે. આથી લોકોને વધુ સમય મળી રહે તેમજ ફોર્મની સંખ્યા પરત આવવાની મકાનોની સામે વધુ આવે તે હેતુથી તારીખ લંબાઈ શકે છે. જોકે આ પહેલા ઓફલાઈન જ ફોર્મ ભરી શકાતા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ઓનલાઈન ફોર્મ પણ ભરી શકાય છે. જેના ઓફલાઇન ફોર્મ લેવા તેમજ જમા કરાવવા માટે કુડાસણ રાયસણ સહિતની જગ્યાઓ છે. જોકે ઓનલાઈન ફોર્મ બેંકોમાંથી ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યાં છે. ફોર્મની સંખ્યા આવ્યા બાદ જ ડ્રો થશે અને ત્યારબાદ જ લોકોને સ્કીમ પ્રમાણે મકાનો ફાળવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...