લોકાર્પણ:ગુડાના 134 મુખ્યમંત્રી આવાસનું અમિત શાહના હસ્તે રવિવારે લોકાર્પણ

ગાંધીનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુડાના 2181 વડાપ્રધાન આવાસોનુંPM ના હસ્તે 18મીએ લોકાર્પણ કરાશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહના હસ્તે 193.12 કરોડના વિકાસના કામોનું ખાતમુર્હુત અને 85.99 કરોડના વિકાસના કામોનું લોકાર્પણનો કાર્યક્રમ તારીખ 12મી, રવિવારે મહાત્મા મંદિર ખાતે યોજવામાં આવશે. જ્યારે વડાપ્રધાનના હસ્તે 18મી શનિવારે વડોદરાથી વર્ચ્યુઅલ પ્રધાનમંત્રી આવાસ યોજનાના 2181 મકાનોનું લોકાર્પણનો કાર્યક્રમ યોજાશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ રવિવારે ગાંધીનગરના મહેમાન બનશે. જેમાં હસ્તે મહાત્મા મંદિર ખાતે મહાનગરપાલિકા અને ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળના વિકાસના કામોનું ખાતમૂહૂર્ત-લોકાર્પણ થશે. જેમાં 193.12 કરોડના વિકાસના કામોના ખાતમૂહૂર્ત અને 85.99 કરોડના વિકાસના કાર્યનું લોકાર્પણ થશે.

ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે રવિવારે બપોરે ત્રણ વાગ્યે કાર્યક્રમનું આયોજન કરાયું છે. ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો તૈયાર કર્યા છે. જોકે ગત માર્ચ-2022 માસમાં તૈયાર થયેલા આવાસોના ડ્રોની કામગીરી છેલ્લા છ માસથી લટકી પડી હતી. પરંતુ આવાસોના ડ્રોની કામગીરી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાન મોદીના હસ્તે કરાવવાની હોવાથી લોકાર્પણની કામગીરી અટકી પડી હતી.

ગુડાના પ્રધાનમંત્રી આવાસ યોજનાના 2181 મકાનોના માટે 4460 લાભાર્થીએ ફોર્મ ભર્યા હતા. જેમાં 1208 ટીપી-07 સરગાસણ અને કુડાસણ ખાતે, 792 આવાસો વાવોલ ટીપી-13 ખાતે તેમજ ટીપી-16 પેથાપુરમાં 100 આવાસો પ્રધાનમંત્રી આવાસ યોજનાના તૈયાર કરાયા છે. બાકી રહેલા 81 મકાનો માટે 3668 લાભાર્થીઓએ ફોર્મ ભર્યા હતા. ઉપરાંત મુખ્યમંત્રી આવાસ યોજનાના 134 આવાસો માટે 551 લાભાર્થીએ ફોર્મ ભર્યા હતા.

કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહના હસ્તે કરાશે ઉપરાંત 18 કરોડના ખર્ચે તૈયાર થયેલા સરગાસણ ખાતેના ગુડા ભવનનું લોકાર્પણ કરાશે. 1.34 કરોડના ખર્ચે સેક્ટર-5, 2.35 કરોડના ખર્ચે સેક્ટર-16 અને 86 લાખના ખર્ચે સેક્ટર-23 ખાતે ગાર્ડનનું લોકાર્પણ થશે.

અન્ય સમાચારો પણ છે...