ઓપન હરાજી:ગુડા 53.75 કરોડના ચાર પ્લોટની ઓપન હરાજી કરી આવક રળશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાવોલના 2 તેમજ સરગાસણ, કુડાસણના 1 પ્લોટનો સમાવેશ

ગુડાના પ્લોટની ઓપન હરાજી કરવા છતાં વેચાણ થતું નથી. જોકે અત્યાર સુધીમાં ગુડાના માત્ર બે જ પ્લોટનું વેચાણ ઓપન હરાજીથી થયું છે. ત્યારે ગુડા દ્વારા રૂપિયા 53.75 કરોડના વધુ તેના ચાર પ્લોટની ઓપન હરાજી કરવામાં આવશે. જેમાં વાવોલના બે પ્લોટ તેમજ સરગાસણ અને કુડાસણનો એક એક પ્લોટનો સમાવેશ થાય છે.

શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા પોતાના તાબાના પ્લોટનું ઓપન હરાજીથી વેચાણ કરવાનો નિયમ બનાવ્યો છે. જોકે અગાઉ ઓપન હરાજી નહી રાખવાથી ગુડાને પ્લોટની યોગ્ય રકમ મળતી નહી. ઉપરાંત વધુ બિડરો હરાજીમાં ભાગ લઇ શકતા નહી. આથી ગુડા દ્વારા ઓપન હરાજીથી પ્લોટનું વેચાણનું આયોજન કર્યું છે. જેમાં અત્યાર સુધી ઓપન હરાજીથી ગુડાના માત્ર બે જ પ્લોટની હરાજીથી વેચાણ થયું છે. જેમાં કુડાસણ અને વાવોલના પ્લોટનું વેચાણ થયું છે. ત્યારે ગુડા પોતાના વધુ ચાર પ્લોટની હરાજી ઓપન પદ્ધતિથી કરવામાં આવશે. તેમાં કુડાસણ, સરગાસણ અને વાવોલના બે પ્લોટનો સમાવેશ થાય છે.

ગુડા નવા ચાર પ્લોટની હરાજી આગામી તારીખ 10મી, ફેબ્રુઆરી-2023ના રોજ યોજાશે. ચાર પ્લોટની ઓપન હરાજીમાં ભાગ લેવા માટે બિડરોએ આગામી તારીખ 8મી, ફેબ્રુઆરી-2023, સાંજે 6 કલાક સુધી રજિસ્ટ્રેશન કરાવી શકશે. ગુડા દ્વારા હરાજી કરનાર ચાર પ્લોટમાં રહેણાંક હેતુ માટેનો સરગાસણનો 2136 ચો.મી.વાળો પ્લોટની તળિયાની કિંમત પ્રતિ ચો.મી. રૂપિયા 51000 નક્કી કરવામાં આવી છે.

જ્યારે રહેણાંક હેતુ માટેનો કુડાસણનો 2681 ચો.મી.વાળા પ્લોટની તળિયાની કિંમત પ્રતિ ચો.મી.રૂપિયા 73000 નક્કી કરવામાં આવી છે. જ્યારે વાણીજ્ય હેતુના વાવોલના બે પ્લોટની પણ ઓપન હરાજી કરાશે. તેમાં 3498 ચો.મી. વિસ્તારવાળા પ્લોટની તળિયાની કિંમત પ્રતિ ચો.મી.રૂપિયા 42000 અને બીજો 2325 ચો.મી. વિસ્તારવાળા પ્લોટની તળિયાની કિંમત પ્રતિ ચો.મી. રૂપિયા 37000 નક્કી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...