નિર્ણય:વરસાદી પાણીના નિકાલ માટે ગુડા 80 મીટર ઊંડો પરકોલેટિંગ રિચાર્જ વેલ બનાવશે

ગાંધીનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

વરસાદી પાણીના નિકાલ માટે ગુડા દ્વારા આવાસ યોજનામાં પરકોલેટીંગ વેલ બનાવશે. જેમાં વરસાદી પાણીથી પરકોલેટીંગ રીચાર્જ વેલ ભરાઇ ગયા બાદ પાણીને સ્ટ્રોમ વોટર લાઇન મારફતે નિકાલ કરાશે. ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા વરસાદી પાણીને ભુગર્ભમાં ઉતારવા માટે આવાસ યોજના ખાતે પરકોલેટીંગ વેલ બનાવવામાં આવશે. જોકે આવાસ યોજનાના નિર્માણની સાથે વરસાદી પાણીને ભુગર્ભમાં ઉતારવા પરકોલેટીંગ રીચાર્જ વેલ બનાવવામાં આવશે. જેમાં આવાસના ધાબા તેમજ આસપાસમાંથી વરસાદી પાણીને વેલમાં લઇ જવા ખાસ ચેનલ બનાવાશે. ચેનલ મારફતે વરસાદી પાણીને પરકોલેટીંગ રીચાર્જ વેલમાં ઉતારવામાં આવશે. જોકે પરકોલેટીંગ વેલ અંદાજે 80 મીટર ઉંડો બનાવવામાં આવશે.

જોકે વરસાદ વધારે હોય અને વરસાદી પાણીથી પરકોલેટીંગ રીચાર્જ વેલ ભરાઇ ગયા બાદ પાણીનો નિકાલ થાય તે માટે સ્ટ્રોમ વોટર લાઇન નાંખવામાં આવશે. જેમાં વરસાદી પાણીથી પરકોલેટીંગ રીચાર્જ વેલ ભરાઇ ગયા બાદ વરસાદી પાણી સ્ટ્રોમ વોટર લાઇનના મારફતે નિકાલ કરવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. જોકે ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને કારણે વરસાદની અનિયમિતતા જોવા મળે છે. જ્યારે બીજી તરફ ભુગર્ભમાંથી બેફામ પાણી ખેંચવાથી ભુગર્ભ જળના તળ નીચા જઇ રહ્યા છે. ત્યારે ગુડાએ આવુ આયોજન કર્યુ છે.

અન્ય સમાચારો પણ છે...