આયોજન:ગુડા રૂ.62.48 કરોડના 3 પ્લોટની 15 સપ્ટેમ્બરે હરાજી કરશે

ગાંધીનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્લોટની પ્રતિ સ્કેવર મીટરનો ભાવ રૂપિયા 40900થી 73000 નક્કી કરાયો
  • સેક્ટર​​​​​​​ 13માં આવેલા પ્લોટ થકી ગુડાને સૌથી વધુ 11.16 કરોડની આવક થશે

ગુડા પોતાની કુડાસણ, સરગાસણ અને વાવોલની ટીપીમાં આવેલા ત્રણ પ્લોટની હરાજી કરીને આવક મેળવશે. ટીપી વિસ્તારમાં આવેલા ત્રણ પ્લોટની કિંમત રૂપિયા 10.89થી 40.43 કરોડની કિંમતના ત્રણ પ્લોટની તારીખ 15મી, સપ્ટેમ્બર-2022ના રોજ હરાજી કરાશે.

ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા પોતાની ટીપી નંબર-6 કુડાસણ-સરગાસણ અને ટીપી નંબર-7 કુડાસણ-સરગાસણ અને ટીપી નંબર-13 વાવોલમાં આવેલા ત્રણ પ્લોટની ઓપન હરાજી કરીને આર્થિક ઉપાર્જન મેળવશે. ટીપી નંબર-6 કુડાસણમાં આવેલા પ્લોટ નંબર 166+169ની હરાજી કરવામાં આવનાર છે.

તેના માટે ગુડાએ પ્રતિ સ્કેવર મીટરની કિંમત રૂપિયા 73000 નક્કી કરતા પ્લોટની કુલ કિંમત રૂપિયા 40,43,47,000 થાય છે. જ્યારે તેજ રીતે ટીપી નંબર-7 સરગાસણમાં આવેલા પ્લોટ નંબર 194ની ઓપન હરાજીથી વેચાણ કરવાનું હોવાથી તેની પ્રતિ સ્કેવર મીટરની કિંમત રૂપિયા 51000 નક્કી કરતા કુલ કિંમત રૂપિયા 10,89,36,000ની થાય છે.

જ્યારે વાવોલની ટીપી નંબર-13માં આવેલા પ્લોટ નંબર 2729ની હરાજી કરાશે. આથી પ્લોટની પ્રતિ સ્કેવર મીટરની કિંમત રૂપિયા 40900 રાખતા પ્લોટની કુલ કિંમત રૂપિયા 11,16,16,100ની થાય છે. ગુડા પ્લોટની હરાજી ઓપન પદ્ધતિથી તારીખ 15મી, સપ્ટેમ્બરના રોજ બપોરે 12 કલાકે કરાશે.

આથી ઓપન હરાજીમાં રસ ધરાવતા લાભાર્થીઓએ તારીખ 1લી, ઓગસ્ટથી તારીખ 9મી, સપ્ટેમ્બર-2022 સુધીમાં ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ગુડાએ ટેન્ડરની બીડ ફી રૂપિયા 10000 નક્કી કરવામાં આવી છે.

ગુડાના 81 આવાસોનો પણ ડ્રો યોજાશે
ગુડાના ટીપી-6ની પ્લોટ નંબર-173 અને ટીપી-8ના પ્લોટ નંબર 147માં બનાવેલા આવાસ યોજનામાં બાકી રહેલા આવાસો જેમાં કેટેગરીવાઇઝ લાભાર્થી મળ્યા નહી. આવા ખાલી રહેલા પ્લોટની હરાજી તારીખ 5મી, ઓગસ્ટ-2022ના રોજ બપોરે 12-30 કલાકે કરાશે. જેનું જીવંત પ્રસારણ ફેસબુક સાઇટ ઉપર કરવામાં આવશે. જ્યારે ડ્રો અંગેની જાણકારી 3668 લાભાર્થીઓને મેસેજ કરીને કરવામાં આવશે. ત્યારબાદ જો લાભાર્થીને ડ્રોમાં મકાન લાગે તો તેની પણ જાણ કરાશે.

અન્ય સમાચારો પણ છે...